• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • After The Ban, The Corporation On Monday Received Rs 47 Lakh In Tax Revenue, 10 Per Cent Rebate And A Total Of Rs. 4 Lakh Relief

આવક:નોટબંધી પછી પાલિકાને સોમવારે એક જ દિવસે 47 લાખ વેરા આવક, 10 ટકા રીબેટના લાભમાં લોકોને કુલ રૂ. 4 લાખ રાહત મળી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક જ દિવસે બે હજાર મિલ્કતદારો વેરો ભરવા આવતાં લાઈન લાગી

મહેસાણાના વોર્ડ નં. 9 થી 12ના રહિશો માટે મિલ્કત વેરામાં 10 ટકા રિબેટ લાભનો સોમવારે છેલ્લો દિવસ હોઇ વેરો ભરવા મિલ્કત દારોની લાઇન લાગી હતી અને એક જ દિવસમાં નગરપાલિકામાં બે હજાર લોકોએ કુલ રૂ. 47 લાખ વેરો ભર્યો હતો, જેમાં 10 ટકા લેખે કુલ રૂ. 4 લાખ રીબેટ લાભ આ મિલ્કતદારોમાં વહેચાયો હતો.ચાર વર્ષ પહેલા નોટબંધી વખતે અેક દિવસમાં રોકડમાં વેરામાં પાલિકાને સૌથી વધુ 75 લાખની આવક થઇ હતી, ત્યાર પછી સોમવારે રૂ. 47 લાખની એક દિવસમાં વેરામાં રોકડ આવક નોધાઇ છે.

સોમવારે રીબેટના લાભ માટે વેરાના વોર્ડ નં. 9 થી 12ના મિલ્કતદારો માટે સોમવારે છેલ્લો દિવસ હોઇ એક દિવસમાં વેરામાં રૂ. 47 રોકડ વસુલાત અને રૂ. 4 લાખ રીબેટ ગણીને પાલિકાને કુલ 52 લાખ આવક આવક થાય છે. ટી.બી રોડ પર સીવીક સેન્ટરમાં રીબેટ સાથે કુલ રૂ. 5.31 વેરો ભરાયો હતો. હવે પાલિકા દ્વારા વેરાના વોર્ડ નં.13, 14 અને 15ના મિલ્કત દારોને મોકલેલ માગણા બીલના વેરા સ્વિકારવાનું શરૂ કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...