મહેસાણા તાલુકામાં આવેલા ગોઝારીયા અને આખજ ગામે એક જ દિવસમાં ચાર ગાડીઓના સાઇલેન્સર ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જે ઘટનાના બીજા જ દિવસે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં પણ સાઇલેન્સર ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે મહેસાણાના ભોંયરાવાસ માં ચોરી થયેલ ઇકોના સાઇલેન્સર બાબતે પોલીસે તપાસ આદરી છે.
મહેસાણા શહેરમાં ભોંયરાવાસ ખાતે આવેલ ભૌરવ મંદિર પાસે ફરિયાદી અશોકભાઈ ઠાકોર પોતાની GJ2DM2873 નમ્બર ની ઇકો ગાડી પાર્ક કરી હતી. રાત્રે પાર્ક કરેલ ગાડી સવારે ચાલુ કરતા અલગ જ અવાજ આવતા ફરિયાદીએ તપાસ કરતા સાઇલેન્સર ચોરી થયું હોવાની જાણ થતાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં 70 હજાર કિંમતના સાઇલેન્સર ચોરી બાબતે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.