મોબાઈલ ચોર ઝબ્બે:મહેસાણામાં મોબાઈલ ચોરી કર્યા બાદ વેચવા જતા શખ્સને SOG પોલીસે ઝડપી લીધો

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમા મોબાઈલ ની ચોરી કર્યા બાદ તેણે વેચવા જતા હોવની બાતમી મહેસાણા એસઓજી ટીમને મળતા ટીમે બાતમી આધારે મોબાઈલ ચોરને રોડ વચ્ચે જ દબોચી લીધો હતો.પોલીસે મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.

મહેસાણા શહેરમા ટ્રાફિક પોલીસ ચોકી પાછળ આવેલ રેલવે કોલોનીમાં મકાન નંબર 3 માં રહેતો જાવેદ ઉર્ફ જલાપા નામનો શખ્સ શંકાસ્પદ મોબાઇલ લઇ રેલવે કોલોની થઈ ને મહેસાણા માલગોડાઉન રોડ પર ફોન વેચવા જતો હોવાની બાતમી આધારે એસઓજી એ માલગોડાઉન રોડ પરથી મોબાઇલ ચોરને દબોચી લીધો હતો.

તપાસ દરમિયાન મહેસાણાના પીવીસી પાઇપ ની દુકાન આગળ એક છોટા હાથી ટેમ્પો માંથી 10,000 કિંમતનો મોબાઈલ ચોરી કર્યા બાદ વેચવા જતો હોવાની કબૂલાત આરોપીએ કરી હતી. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...