તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દોઢ વર્ષ પહેલાં લગ્ન સમયે સાસુ-સસરા સાથે નહીં રહેવાનો નિર્ણય કરનારી મહિલાને લોકડાઉનમાં સાસરીમાં જમવા જવાનો વારો આવ્યો હતો. આ સમયે પતિ સાસરિયાંની ચઢવણીમાં આવીને માર મારતો હોવાની ફરિયાદ સાથે મહિલા ઘર છોડી ગઇ હતી. મહેસાણા મહિલા સહાયતા કેન્દ્રએ બે બેઠક દરમિયાન કરેલા કાઉન્સેલિંગને પગલે આખરે દંપતી ફરી એક થયું હતું.મહેસાણાના યુવાને જ્યારે અન્ય જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કરવા નિર્ણય લીધો ત્યારે તેણીએ સાસુ-સસરા સાથે નહીં રહેવાની શરત મૂકી હતી.
યુવતીના પ્રેમમાં પાગલ યુવાને તેની શરત પણ માની લીધી હતી. જોકે, દોઢ વર્ષ એકલા રહેનાર દંપતીને લોકડાઉન સમયે આર્થિક ફટકો પડ્યો હતો અને ધંધો બંધ થતાં ભરણપોષણની ઉભી થયેલી તકલીફ વચ્ચે તેમની વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. આ સંજોગોમાં સાસુ-સસરાએ તેને ઘરે આવીને જમી જવાની છુટ આપતાં તેઓ બે ટાઇમ જમવા જતા હતા. પરંતુ આ અરસામાં યુવાન માર મારતો હોઇ યુવતીએ સાસરિયાંની ચઢવણીમાં આવીને પતિ માર મારતો હોવાના આક્ષેપ સાથે બહેનના ઘરે રહેવા ચાલી ગઇ હતી.
પત્ની ઘરે પરત ફરવાની રાહ જોઇને બેઠેલા પતિએ કંટાળી અહીંના મહિલા સહાયતા કેન્દ્રમાં પત્નીને પરત મેળવવા અરજી કરી હતી. જેમાં કાઉન્સિલર યામિનીબેન રાઠોડ અને નિલમબેન પટેલે બે બેઠક દરમિયાન કરેલા કાઉન્સેલિંગને પગલે આખરે મહિલાએ પતિ સાથે જવા તૈયારી બતાવી હતી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.