રજૂઆત:મહેસાણા પાલિકાએ વરદાન હોસ્પિટલમાં સીલ માર્યા બાદ ડોક્ટરોએ સીલ 6 માસ માટે ખોલી આપવા રજૂઆત કરી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદેસર બિલ્ડિંગમાં હોસ્પિટલમાં બનાવવામાં આવી હતી
  • હોસ્પિટલમાં 9 સગર્ભા માટે ઇમરજન્સી ગમે ત્યારે આવી શકે છે

મહેસાણા નગરપાલિકા દ્વારા બે દિવસ પૂર્વ સીલ કરાયેલી વરદાન હોસ્પિટલ જે સેલ્સ ઇન્ડિયા વાળા બિલ્ડિંગમાં આવેલી છે. જેને મહેસાણા પાલિકાએ બે દિવસ અગાઉ સીલ માર્યું હતું. સીલ કરાયેલી વરદાન વિમેન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલના સીલ છ માસ માટે ખોલી આપવા ડો નિધિ. પટેલે અને તેમના પરિવારજનોએ ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, હાલમાં અમારી હોસ્પિટલમાં 9 જેટલી સગર્ભાની સારવાર ચાલુ હોય તેમને મુશ્કેલી ન પડે તે માટે મુદ્દત મંગવામાં આવી છે.

ડો.નિધિ પટેલ, ડો નીરવ પટેલ અને તેના પરિવારજનોએ એવી રજૂઆત કરી હતી કે, તેમની હોસ્પિટલમાંસોનોગ્રાફી મશીન ઓપરેશન થિયેટર સહિતના સાધનો અને ફર્નિચર છે જે ટૂંકા ગાળામાં શિફ્ટ કરવું અશકય હોય છ માસનો સમય આપો. જેથી અમારી સારવાર લેતી સગર્ભા દર્દીઓને મુશ્કેલી ન થય તેવું પાલિકા સમક્ષ જણાવ્યું હતું. ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું કે, આ મુદ્દે પ્રમુખ કારોબારી ચેરમેન અને ટીપી ચેરમેન સાથે ચર્ચા બાદ નિર્ણય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...