તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડ:કડીના આદુંદરા બાદ ઘુમાસણ પાસે કેમિકલ પડતર જમીનમાં ઉતારવાનું કૌભાંડ ઝડપાયું

નંદાસણ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નંદાસણ પોલીસે 19 હજાર લિટર કેમિકલ ભરેલું ટેન્કર સહિત ~7.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
 • ડ્રાઇવર-કંડક્ટર, ખેડૂત સહિત 4 સામે ગુનો, છત્રાલની ફેક્ટરીમાંથી કેમિકલ ભર્યાની કબૂલાત

કડી તાલુકાના આદુંદરા બાદ ઘુમાસણ નજીક જલદ કેમિકલ પડતર જમીનમાં ઉતારવાનું કૌભાંડ ઝડપાયું છે. નંદાસણ પોલીસે છત્રાલની ફેક્ટરીમાંથી ટેન્કરમાં વેસ્ટ કેમિકલયુક્ત પ્રવાહી ભરી ખાડા કરી જમીનમાં ઉતારતાં ટેન્કર ચાલક સહિત બે શખ્સોને ટેન્કર, 3 મોબાઈલ સહિત રૂ.7.11 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અ મામલે ખેડૂત સહિત 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

ઘુમાસણ ગામની સીમમાં હનુમાનજીના મંદિર નજીક તળાવની સામે ભરતજી પ્રભાતજી ડાભીના ખેતરમાં ખાડા ખોદી કેમિકલયુક્ત પ્રવાહી ટેન્કર મારફતે ખાલી કરાતું હોવાની બાતમી આધારે પોલીસે રવિવારે સવારે 4.30 કલાકે રેડ કરી હતી. આ સમયે ખેતરમાં ટેન્કર (જીજે 08 યુ 2939)માંથી પાઈપ દ્વારા જમીનમાં કેમિકલયુક્ત પ્રવાહી ઉતારતાં ડ્રાઈવર અને કન્ડક્ટરને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ કરતાં આ વેસ્ટ કેમિકલ છત્રાલ ગામે પ્રેસ્ટીઝ હોટલ પાછળ આવેલી યુનિટી નામની ફેક્ટરીમાંથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું.

પોલીસે કેમિકલયુક્ત પ્રવાહી જમીનમાં ઉતારવાથી આજુબાજુના માણસોને ચામડીના રોગો અને કેન્સર જેવા ગંભીર રોગ થવાની તેમજ ખાડામાં પડવાથી માણસ અને પશુ-પ્રાણીના મરણ થઇ શકે અને લોકોની જિંદગીને નુકસાન પહોંચાડે તેવા કૃત્ય અંગે 19 હજાર લિટર પ્રવાહી સાથે ટેન્કર અને ત્રણ મોબાઇલ સહિત સિદિક સુલેમાનભાઈ ફકીરમહંમદ ઘાંચી (કડી) અને સંજય કાળુભાઈ ખોડાભાઈ બજાણિયા (સુરજ)ને રંગેહાથે પકડી પાડયા હતા. જ્યારે ભરતજી પ્રભાતજી ડાભી (ઘુમાસણ) અને હિરેનભાઈ સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા. ચારે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો