• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • After International Cricket Betting Was Caught In Mehsana, Betting Was Also Caught In UP, UP Police Will Handle The Case Using Mehsana Police Method.

યુપી પોલીસે મહેસાણા પોલીસની મદદ માંગી:મહેસાણામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટો ઝડપાયા બાદ યુપીમાં પણ સટ્ટો ઝડપાયો, યુપી પોલીસ મહેસાણા પોલીસની પદ્ધતિથી કેસ હેન્ડલ કરશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરપ્રદેશના હાપોર દેહાંત પોલીસે ક્રિકેટ સટ્ટાનું જુગાર ધામ ઝડપ્યુ, હાપોરમાં પણ રસિયા કનેકશન

મહેસાણા જિલ્લામાંથી ઝડપાયેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાના પર્દાફાશના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આવો પ્રથમ કેસ હશે જ્યાં ગામડાની બનાવટી મેચ રમાડી રશિયાના ગોરાઓને સટ્ટો રમાડી છેતરપિંડી કરવામાં આવતી હોય. આ સમગ્ર મામલે મહેસાણા એસઓજી ટીમે આ સટ્ટા કાંડના રેકેટનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી કરી છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં પણ હૂબહૂ આવો જ ક્રિકેટ સટ્ટો ઝડપાયો છે. યુપીમાં ઝડપાયેલા આવા જ સટ્ટામાં યુપી પોલીસે કેસને હેન્ડલ કરવા માટે મહેસાણા પોલીસની મદદ લીધી હતી.

યુપીમાં પણ આવો સટ્ટો ઝડપાયો
મહેસાણા જિલ્લામાં આવેલા મોલિપુરમાં સોંએબ અને તેના સાગરીતો ભાડે ખેતર રાખી મજૂરોને રોજના 400 રૂપિયા આપી બનાવટી ક્રિકેટ રમાડતા હતા અને આ ક્રિકેટનું લાઈવ પ્રશારણ કરી રશિયાના ગોરાઓને મોટી મેચ રમાતી હોવાનું જણાવી સટ્ટા લગાડતા હતા. જોકે, મહેસાણા એસઓજી ટીમે આ રેકેટમાં ચારને ઝડપી આ કેસમાં ઉડી તપાસ કરી છે ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં પણ હૂબહૂ આવોજ ક્રિકેટ સટ્ટો ઝડપાયો હોવાની વિગતો મહેસાણા પોલીસે આપી હતી.

યુપીના હાપોરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટા બેટીંગ ઝડપાયું
મહેસાણા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટા બેટીંગ ઝડપાયા બાદ આ સમાચારો વાયુ વેગે પ્રસુરતા યુપી પોલીસે પણ હાપોર તાલુકાના દેહાંત પોલીસે વડનગરના મોલિપુરમાં રમાતી ક્રિકેટના જેવોજ એક કેસ ત્યાં શોધી કાઢી કાર્યવાહી કરી છે. જોકે ,ત્યાં પણ આજ પ્રકારે લોકલ ક્રિકેટ રમાંડી કેટલાક ઈસમો રશિયામાં પ્રસારણ કરી સટ્ટો લગાડતા હતા.

ઉત્તર પ્રદેશ પોલીસે મહેસાણા પોલીસ પાસે ફરિયાદની કોપી માંગી
ઉત્તર પ્રદેશમાં આવેલા હાપોરના દેહાંત પોલીસે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટા બેટીંગ ઝડપયા બાદ હવે યુપી પોલીસે મહેસાણા એસોજીને જાણ કરી મોલિપુરમાં કરેલા કેસની ફરિયાદ કોપી માંગી છે. ત્યારે હવે યુપી પોલીસ મહેસાણા એસઓજી પોલીસની પદ્ધતિથી કામ કરી ત્યાં ગુનો દાખલ કરશે.

અન્ય સમાચારો પણ છે...