હોર્ડિંગ્સ માટે ટેન્ડર:મહેસાણા શહેરમાં પાંચ વર્ષ બાદ હોર્ડિંગ્સની 22 સાઈડ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાએ અપસેટ પ્રાઇસ રૂ 14 લાખ રાખી

મહેસાણા શહેરમાં હોર્ડિંગ્સની 22 સાઈડ માટે નગરપાલિકાએ પાંચ વર્ષ બાદ ટેન્ડર બહાર પાડયા છે. જેમાં અપસેટ પ્રાઈઝ રૂ 14 લાખ રાખવામાં આવી છે. કારોબારી ચેરમેનના પ્રયાસોથી આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

મહેસાણા નગરપાલિકામાંથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા પાંચ વર્ષથી 22 હોર્ડિંગ્સ સાઈડનું કામ એજન્સી રૂ 9.08 લાખમાં કરતી હતી, જેથી પાલિકાની તિજોરીને મોટું નુકસાન જતું હોવાનું ધ્યાનેમાં આવતા હોર્ડિંગ્સ સાઈડના ટેન્ડર બહાર પાડ્યા છે. જેમાં દર વર્ષ સ્ટ્રક્ચર એન્જિનિયરનો રિપોર્ટ એજન્સીએ આપવો પડશે ટેન્ડરની અપસેટ પ્રાઈઝ દોઢ ગણી એટલે રૂ 14 લાખ રાખી છે.

મહેસાણા નગરપાલિકાના હવે કોઈ પણ ટેન્ડર મંજુર કરવા હશે, તો ચીફ ઓફિસર અથવા જેતે વિભાગના ઈજનેરનો અભિપ્રાય ફરજીયાત કરાયો છે. જેથી ભૂતકાળની જેમ દોષનું ઠીકરું માત્ર કારોબારી સમિતિ પર ફોડી અધિકારીઓ બચીન શકે. આથી હવે નવા એસ.સો.બાર ભાવ વધારો વર્તમાન સ્થિતિ સહિતની ટેક્નિકલ બાબતો પણ ધ્યાન પર મુકાશે તેવું કારોબારી ચેરમેન જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...