6 મહિના પહેલાં મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં કારમી હાર પછી પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને તેમના વતન ચરાડા ગામની દૂધ મંડળીની ચૂંટણીમાં પણ હાર ખમવી પડી છે. આ ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી જૂથના તમામ 13 ઉમેદવારોનો વિજય થયો હતો. જ્યારે વિપુલ ચૌધરી સહિત જૂથના 5 ઉમેદવારોનો પરાજય થયો છે. બે બિનહરીફ બેઠકો પણ અમિત ચૌધરી જૂથની હતી. આ સાથે દૂધસાગર ડેરીથી માંડી મંડળી સુધીના સહકારી રાજકારણમાં વિપુલભાઇના શાસનનો હાલ તો અંત આવ્યો છે.
દૂધસાગર ડેરીના કાર્યક્ષેત્રમાં આવતા માણસા તાલુકાના ચરાડા ગામની દૂધ મંડળીની 2 બેઠકો બિનહરીફ થતાં બાકીની 13 બેઠકો માટે વિપુલ ચૌધરી સહિત કુલ 18 ઉમેદવારો મેદાનમાં હતા. જેની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં 1254 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં અમિત ચૌધરી સમર્થિત તમામ 13 ઉમેદવારોનો વિજય થયો હતો.
જ્યારે વિપુલ ચૌધરી સહિત 5 ઉમેદવારો પરાજીત થયા હતા. તમામ 18 ઉમેદવારોમાં સૌથી ઓછા 269 મત વિપુલ ચૌધરીને મળ્યા હતા. સૂત્રો મુજબ, વિપુલભાઇ જૂથના ઉમેદવારો તેમનું ફોર્મ ભરીને લાવેલા, વિપુલભાઇ કે તેમના પરિવારથી કોઇ મતદાન કરવા આવ્યું નહોતું. ઉલ્લેખનિય છે કે, ગામની આ મંડળીમાં ઘણા વર્ષો સુધી વિપુલભાઇ બિનહરીફ ચૂંટાતા આવ્યા છે.
ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો (મળેલા મત) | |
1. પથુભાઇ કાનજીભાઇ ચૌધરી | (741 મત) |
2. દલસંગભાઇ લાલજીભાઇ ચૌધરી | (731 મત) |
3. દિનેશભાઇ નરસિંહભાઇ ચૌધરી | (723 મત) |
4. વિપુલકુમાર કેશાભાઇ ચૌધરી | (689 મત) |
5. લવજીભાઇ મસોતભાઇ ચૌધરી | (677 મત) |
6. લાલજીભાઇ ગણેશભાઇ ચૌધરી | (674 મત) |
7. ધીરૂભાઇ વેલજીભાઇ ચૌધરી | (647 મત) |
8. રસિકભાઇ ભવાનભાઇ ઠાકોર | (642 મત) |
9. પ્રતાપભાઇ રાયસંગભાઇ ચૌધરી | (600 મત) |
10. વિજયકુમાર બળદેવભાઇ ચૌધરી | (575 મત) |
11. નિલેશકુમાર ગોવિંદભાઇ ચૌધરી | (564 મત) |
13. ભાવનાબેન સંજયકુમાર ચૌધરી | (725 મત) |
14. રઇબેન જેસંગભાઇ ચૌધરી | (665 મત) |
ચૂંટણીમાં પરાજિત ઉમેદવારો (મળેલા મત) | |
1. ગીરીશભાઇ વેલજીભાઇ ચૌધરી | (310 મત) |
2. રાહુલકુમાર વિષ્ણુભાઇ ચૌધરી | (305 મત) |
3. મુકેશભાઇ જેસંગભાઇ ચૌધરી | (291 મત) |
4. વિપુલભાઇ માનસિંહભાઇ ચૌધરી | (279 મત) |
5. હંસાબેન જીતુભાઇ ચૌધરી | (344 મત) |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.