તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મહેસાણામાં સિટી-1 બાદ હવે સિટી-2માં સ્વિમિંગ પુલ બનશે

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખના વોર્ડ નં.6માં સાગર સોસાયટી પાછળના સરકારી પ્લોટ માટે નગરપાલિકા દરખાસ્ત કરશે

મહેસાણાના સિટી-1માં બિલાડી બાગ સામે સ્વિમિંગ પુલ તૈયાર થવાના આરે છે. ત્યાં હવે સિટી-2માં પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેેલના વોર્ડ નં.6માં સ્વિમિંગ પુલ બનાવવા તૈયારી હાથ ધરાઇ છે. જેમાં વોર્ડ 6નો સરકારી ખાલી પ્લોટ ફાળવાય તેવી દરખાસ્ત કરવા અંગે શુક્રવારે વિચારણા પણ કરાઇ હતી. આ અંગે શક્યતાઓ ચકાસાઇ રહી છે અને સિટી-1 પછી સિટી -2ના વિસ્તારમાં સ્વિમિંગ પુલ માટેનું આયોજન કરાશે તેવું સત્તાધિશોએ જણાવ્યું હતું.

શહેરમાં બિલાડી બાગ સામે સ્વિમિંગ પુલનું કામ પૂર્ણતાના આરે છે. હેલ્થ ક્લબનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન મુકુંદભાઇ પટેલે કહ્યું કે, સિટી-2 વિસ્તારમાં સ્વિમિંગ પુલ બનાવવા વિચારણા કરાઇ રહી છે. વોર્ડ નં.6માં સાગર સોસાયટી પાછળ સિંચાઇ ટ્યુબવેલ માટેનો સરકારી માલિકીનો પ્લોટ ખાલી પડી રહ્યો છે. આ પ્લોટ માટે સરકારમાં દરખાસ્ત કરીશું. અંદાજે 17 હજાર ફૂટનો પ્લોટ હોઇ સ્વિમિંગ પુલ બનાવી શકાય તેમ છે. હાલમાં વિચારણા કરાઇ છે. હવે આ દિશામાં આગળ વધીશું.

અન્ય સમાચારો પણ છે...