લોકોને આકર્ષવા એડી ચોટીનું જોર:મહેસાણામાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા બાદ હવે ભાજપની પણ તિરંગા યાત્રા યોજાશે

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 14 જૂનના રોજ યાત્રા યોજાશે

વિધાનસભા ચૂંટણીને લઈને હાલમાં ઉત્તર ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ દ્વારા મહેસાણા ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ત્યારે હવે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની પણ તિરંગા યાત્રા યોજાશે.

વિવિધ તાલુકાઓમાં યાત્રા યોજાશે

મહેસાણા જિલ્લામાં 14 જૂનના રોજ જિલ્લાભરમાં તિરંગા યાત્રા યોજવામાં આવશે. જેમાં વડનગર, વિસનગર, વિજાપુર અને કડી જેવા તમામ તાલુકામાં આ યાત્રાનું આયોજન કરવામાં અવ્યું છે. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આ તિરંગા યાત્રા કાઢવામાં આવશે. જેમાં અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ નેતાઓ અને કાર્યકર્તાના ઉપસ્થિત રહેશે.

અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા હતા

મહેસાણામાં અરવિંદ કેજરીવાલની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અરવિંદ કેજરીવાલે મહેસાણામાં BJP પર આકરા પ્રહારો કરતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. ત્યારે કેજરીવાલની તિરંગા યાત્રા બાદ હવે ભારતીય જનતા પાર્ટી આગામી સમયમાં તિરંગા યાત્રા યોજવા જઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...