તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:95 દિવસ બાદ જિલ્લામાં ફરી કોરોનાના 30 કેસ આવતાં હડકંપ12 સ્ત્રી અને 18 પુરૂષ સંક્રમિત,2 શિક્ષકો સહિત 30 ને કોરોના

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હાલ પુરતું શિક્ષણ કાર્ય બંધ,કન્યા શાળાને સેનેટાઈઝ કરાશે - Divya Bhaskar
હાલ પુરતું શિક્ષણ કાર્ય બંધ,કન્યા શાળાને સેનેટાઈઝ કરાશે
 • ગયા વર્ષ જેવી સ્થિતિ ન આવે તો સારુ | માર્ચના 307 કેસ થયા, 3 દર્દી સાજા થતાં રજા અપાઇ, નવા 384 સેમ્પલ લેવાયા
 • મહેસાણામાં પ્રા.કન્યા શાળા નં.-2ના બે શિક્ષક સંક્રમિત થતાં શિક્ષણ કાર્ય બંધ કરાયું, 30 પૈકી 12 કેસ મહેસાણા શહેરના

મહેસાણામાં 95 દિવસ બાદ ફરી કોરોના વિસ્ફોટ થયો છે.મહેસાણાની કન્યા શાળાના બે શિક્ષકો સહિત જિલ્લામાં 30 લોકો કોરોનાની ઝપટમાં આવી જતાં હડકંપ મચ્યો છે.જિલ્લામાં ગત 19 ડિસેમ્બરે રોજ જિલ્લામાં 30 સંક્રમિતો મળ્યા હતા.

ત્યાર બાદ સતત 95 દિવસ સુધી સંક્રમિતનો આંકડો 30 થી નીચે રહ્યો હતો. 95 દિવસ બાદ ફરી એકવાર ગુરૂવારે જિલ્લામાં 30 સંક્રમિતો નોંધાયા હતા. જેમાં 12 સ્ત્રી અને 18 પુરૂષ કોરોના સંક્રમિત હોવાનું રિપોર્ટમાં જણાયું હતું. એમાં પણ મહેસાણા શહેરમાં સૌથી વધુ 12 કેસ સામે આવ્યા હતા. આ સાથે જિલ્લામાં એક્ટીવ કેસોની સંખ્યા 170 એ પહોંચી છે. બીજી બાજુ 3 દર્દી સાજા થતાં તેમને રજા અપાઇ હતી. જ્યારે નવા લેવાયેલા 384 સેમ્પલનું પરિણામ શુક્રવારે જાણવા મળશે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં 25 માર્ચ સુધીમાં કોરોના સંક્રમિતનો આંકડો 307 એ પહોંચ્યો છે.

મહેસાણાના હૈદરીચોક નજીક આવેલ સરકારી પ્રાથમિક શાળા નં-2માં બે શિક્ષકો કોરોના સંક્રમિત થતાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું.શાળાના આચાર્ય સહિત તમામ 20 શિક્ષકનો આરોગ્ય ટીમ દ્વારા શાળામાં કોરોના ટેસ્ટ કરાયો હતો.જેમાં આ તમામ 20 શિક્ષકનો રીપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો લીધો હતો. નોંધનીય છે કે આ બંને શિક્ષકોએ વક્સીનના બે ડોઝ લીધા હોવા છતાં કોરોના સંક્રમિતો થયા છે.બે શિક્ષકોની સાથે જિલ્લામાં 30 વ્યકિત કોરોનાની ઝપટમાં આવી ગયા છે.વધી રહેલા કોરોનાના કેસોને લઈ ફફડાટ ફેલાયો છે.

શાળામાં ધોરણ 6 થી 8માં કુલ 318 વિદ્યાર્થિની સંખ્યા છે,જેમની કસોટી પૂર્ણ થયા પછી અંદાજે આસપાસ 100 વિદ્યાર્થિની શાળાએ અભ્યાસ માટે આવી રહી છે. આ દરમ્યાન એક શિક્ષક તા. 16મીથી રજા પર હતા તેમનો કોરોના પોઝિટિવ રીપોર્ટ તા.19મીએ આવેલો છે અને બીજા શિક્ષક તા.22થી રજા પર હતા તેમનો કોરોના રીપોર્ટ તા.23મીએ આવેલો છે. પ્રા.શિક્ષણાધિકારી ર્ડા.ગૌરાગ વ્યાસે કહ્યુ કે, શાળામાં એસઓપી મુજબ બાળકીઓના થર્મલ સ્ક્રિનીગમાં સંપૂર્ણ સ્વસ્થ હોવાનો રીપોર્ટ શાળાએથી આવ્યો છે.જોકે બાળકીઓનું સ્ટેટસ મંગાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો