તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:નવા સત્રના 78 દિવસ બાદ આજથી ધો.6થી 8ના 93884 વિદ્યાર્થીઓ ફરી શાળામાં ભણવા આવશે

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વર્ગખંડમાં વિદ્યાર્થી સંખ્યાના 50 ટકા ક્ષમતામાં બેઠક વ્યવસ્થા કરવા આચાર્યોને સૂચના
  • વાલીનું સંમતિપત્ર અને ફેસમાસ્ક પહેરવું ફરજિયાત, ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે

મહેસાણા જિલ્લામાં 15 જૂનથી શરૂ થયેલા શૈક્ષણિક સત્રના 78 દિવસ પછી 1028 પ્રાથમિક શાળાઓમાં ગુરુવારથી 93884 વિદ્યાર્થીઓ માટે વર્ગશિક્ષણ શરૂ થશે. જોકે, વાલી સંમતિ ફરજિયાત અને વર્ગ ક્ષમતાના 50 ટકા મુજબ બેઠક વ્યવસ્થાને ધ્યાને લઇ શૈક્ષણિક કાર્ય કરવાનું હોઇ પ્રથમ દિવસે કેટલા વિદ્યાર્થીઓ વાલીની સંમતિ લઇ શાળાએ આવે છે તેને આધારે શાળાઓમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરાશે.

પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને વર્ગની ઉપલબ્ધતાને ધ્યાને લઇ કોવિડ ગાઇડ લાઇન મુજબ બેઠક વ્યવસ્થા સાથે શિક્ષણકાર્યનું આયોજન કરવા આચાર્યોને સૂચના અપાઇ છે. જિલ્લામાં અત્યાર સુધી ધોરણ 6, 7 અને 8માં વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ અને શેરી શિક્ષણ ચાલતું હતું. જેમાં ઓનલાઇન શિક્ષણ વર્ગ શિક્ષકોએ રાબેતા મુજબ ચાલુ રાખવાના છે. આ ઉપરાંત શાળામાં હાજરી આપવી તે વિદ્યાર્થીઓ માટે સ્વૈચ્છિક રહેશે.

જેમાં વિદ્યાર્થીના વાલી પાસેથી સંમતિપત્ર શાળાએ મેળવી લેવા સુચવાયું છે. ફેસમાસ્ક પહેરવું ફરજિયાત છે. આવામાં શાળામાં 100 ટકા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણકાર્યમાં આવતા થાય તો પછી વધુ વર્ગખંડ હોય તો 50-50 ટકા બે વર્ગમાં સંખ્યા વહેંચી શિક્ષકો વર્ગ ચલાવશે. જ્યારે વર્ગખંડ મર્યાદિત છે તેવા કિસ્સામાં આંતરા દિવસે વિદ્યાર્થીઓને બોલાવી અભ્યાસક્રમ ચલાવવાનો રહેશે.

જિલ્લાની 1028 શાળામાં વિદ્યાર્થી સંખ્યા
પ્રકારશાળાધો.6ધો.7ધો.8કુલ
સરકારી77723380229202003866338
ખાનગી19371207010678520915
ગ્રાન્ટેડ461780213219415853
આશ્રમ10128137104369
કેન્દ્રીય287164158409
કુલ102832495323632902693884

કેટલાક વાલી હજુ એકાદ અઠવાડિયું રાહ જોશે
કેટલાક વાલીઓ બાળકોને શાળામાં મોકલવાના મૂડમાં છે. તો કેટલાક વાલીઓએ શાળા ખુલતાં જ ઓનલાઇનથી છુટકારો અપાવી બાળકને શાળામાં ભણવા મોકલવા તૈયારી કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...