હવામાન:48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટતાં ગરમીથી રાહત મળશે

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતમાં શનિવારે તાપમાનમાં અડધો ડિગ્રી ઘટાડો નોંધાતા તાપમાના 40.8 થી 41.7 ડિગ્રી વચ્ચે નોંધાતા ગરમીથી છૂટકારો મળ્યો ન હતો. ઉત્તર ગુજરાતમાં શનિવારના તાપમાનમાં અડધો ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતાં મુખ્ય 5 શહેરનું તાપમાન 40.8 થી 41.7 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. તેમ છતાં લમણા સેકતી ગરમીથી છુટકારો મળ્યો ન હતો.

દિવસભર ત્રાહીમામ પોકરતી ગરમી સાથે ઉકળાટના કહેર વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાક સુધી ગરમીથી ખાસ રાહત મળવાના એંધાણ નથી. ત્યાર બાદ ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. એટલે કે, ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે આવતાં અસહ્ય ગરમીથી રાહત મળશે. પરંતુ ઉકળાટનો કહેર વધશે.

અન્ય સમાચારો પણ છે...