તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • After 3 Months, The Urban Area Of The District Is Corona Free, 4 In Mehsana Taluka And One In Visnagar Taluka, Only 5 Cases Of Corona Were Reported.

કોરોના ધીમો પડ્યો:3 મહિના બાદ જિલ્લાનો શહેરી વિસ્તાર કોરોનામુક્ત, મહેસાણા તાલુકામાં 4 અને વિસનગર તાલુકામાં એક મળી કોરોનાના માત્ર 5 કેસ નોંધાયા

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 52 દર્દી સાજા થતાં હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 618 થઇ, 840 લોકોનાં સેમ્પલ લેવાયાં

મહેસાણા જિલ્લામાં કોરોનાની ગતિ હવે સાવ ધીમી પડી રહી છે. સોમવારે 3 મહિના બાદ જિલ્લાના મહેસાણા, વિસનગર, કડી, ઊંઝા, વિજાપુર, વડનગર અને ખેરાલુ તમામ સાતે શહેરોમાં એકપણ કોરોનાનો નવો કેસ નોંધાયો હતો. જિલ્લામાં નોંધાયેલા 5 કેસમાં 4 મહેસાણા તાલુકામાં અને એક વિસનગર તાલુકાનો છે.

સોમવારે આરોગ્ય વિભાગના 353 પૈકી 343 સેમ્પલનું પરિણામ જાહેર કરાયું હતું. જેમાં એકપણ પોઝિટિવ કેસ સામે આવ્યો ન હતો. જ્યારે 10 સેમ્પલનું પરિણામ પેન્ડિંગ રહ્યું હતું. તેમજ ખાનગી લેબમાં 5 કેસ નોંધાયા હતા. જિલ્લામાં વધુ 52 દર્દીઓ સાજા થતાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 618 થઇ છે. બીજી બાજુ જિલ્લામાંથી 840 શંકાસ્પદ સેમ્પલ લેવાયા હતા, જેનું પરિણામ મંગળવારે આવશે.

મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં 24303 કેસ નોંધાયાં, કેસની દ્રષ્ટીએ રાજ્યમાં છઠ્ઠો
મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 24,303 કેસ નોંધાયા છે.જે કેસની દ્રષ્ટીએ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગર પછી રાજ્યમાં છઠ્ઠા ક્રમે છે. એ જ પ્રમાણે હાલ એક્ટિવ કેસની દ્રષ્ટીએ પણ મહેસાણા અમદાવાદ, વડોદરા અને સુરત પછી ચોથા નંબર પર છે. ઉલ્લેખનીય છે કે, સરકારી આંકડા મુજબ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 176 મોત નોંધાયા છે.

જિલ્લાનો રિકવરી રેટ 95 ટકાએ પહોંચી ગયો
મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 23,080 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. એટલે કે સાજા થયા છે. એ દ્રષ્ટીએ જિલ્લાનો રિકવરી રેટ 95 ટકાએ પહોંચ્યો છે. જે રાજ્યની તુલનાએ માત્ર એક ટકો ઓછો છે. રાજ્યનો દર 96.8 ટકા નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં 30 પાૅઝિટિવ કેસ નોંધાયા
સોમવારે ઉત્તર ગુજરાતમાં કોરોનાના 30 પૉઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે સૌથી મોટી રાહતની બાબત એ હતી કે છેલ્લા 24 કલાકમાં કોરોનાગ્રસ્ત એકપણ વ્યક્તિનું મોત થયું નથી. કેસની વિગત જોઇએ તો, મહેસાણા અને પાટણ જિલ્લામાં 5-5, સાબરકાંઠામાં 9 અને અરવલ્લી જિલ્લામાં એક તેમજ બનાસકાંઠામાં 10 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...