તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:મહેસાણામાં 15 વર્ષ બાદ ફરી ફરતી થઇ સીટી બસ,મહિલાઓ કરી શકશે વિના મૂલ્યે મુસાફરી

મહેસાણા23 દિવસ પહેલા
  • 8 CNG બસ મહેસાણામાં દોડતી થઈ
  • નાયબ મુખ્યમંત્રીના હસ્તે સીટી બસનું લોકાર્પણ

મહેસાણામાં લાંબા સમય બાદ સીટી બસ ફરી એક વાર મહેસાણાના રસ્તાઓ પર દોડતી થઈ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે 8 સીટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભૂગર્ભ ગટર સાફ કરવા માટે નવા રોબોટિક મશીનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ભાજપની બોડી પાલિકામાં આવતાની સાથે જ સીટી બસ શરૂઃ નિતિન પટેલમહેસાણામાં 15 વર્ષ બાદ નાગરિકો માટે સીટી બસ શરૂ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વરદ હસ્તે 8 જેટલી CNG બસનું લોકાર્પણ કરી લીલીઝંડી આપવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર સભા સંબોધી જણાવ્યું હતું કે, સીટી બસ શરૂ થતાં મહિલાઓ અને યુવતીઓની સલામતી રહેશે. મહિલાઓ વિના મૂલ્યે સીટી બસમાં મુસાફરી કરી શકશે. નિતિન પટેલે વધુમાં જણાવ્યું કે, અગાઉ કોંગ્રેસ દ્વારા સીટી બસ શરૂ કરાઇ હતી, જે બંધ થઈ ગઈ હતી. જોકે ફરી એક વાર અમારી ભાજપની બોડી પાલિકામાં આવતાની સાથે જ સીટી બસ શરૂ કરવાનું જે વચન આપ્યું હતું તે અમે પૂરું કરી દીધું છે.

પક્ષ અને વિપક્ષ બંને ખુશનીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સીટી બસ શરૂ થતાં કોંગ્રેસના કાર્યકર્તાએ મને ફોન કરી અભિનંદન પાઠવ્યાં હતા. જોકે નીતિન પટેલે કાર્યકરનું નામ લેવાનું ટાળ્યું હતું. સીટી બસ શરૂ થતાં પક્ષ અને વિપક્ષ બંને ખુશ થયા છે એમ નીતિન પટેલે જણાવ્યું હતું.

ફટાકડાં ફોડી બસનું કરાયું સ્વાગત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તોરણવાડી ચોકથી રાધનપુર ચોકડી સુધી બસમાં બેસી મુસાફરી કરી હતી. સીટી બસનું ઠેર-ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. લોકોએ ફટાકડાં ફોડી બસનું સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...