તાપમાનમાં ફેરફાર:13 દિવસ બાદ ઉ.ગુ.માં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે આવી ગયો

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવસે ઉકળાટ યથાવત, મધરાત બાદ વાતાવરણમાં ઠંડક વધી
  • ​​​​​​​આગામી 3-4 દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહીંવત

છેલ્લા પાંચેક દિવસથી ફૂંકાઇ રહેલાં દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનના કારણે બુધવારે પણ પોણો ડિગ્રી સુધી દિવસ અને રાતના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જેને લઇ મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે આવ્યો હતો. ઉત્તર ગુજરાતમાં બુધવારે 13 દિવસ બાદ તાપમાન 40 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. આ અગાઉ ગત 20 એપ્રિલએ પારો 40 ડિગ્રીથી નીચે રહ્યો હતો. એટલે કે, 13 દિવસની ગરમીના આકરા રાઉન્ડ બાદ ગરમીથી આંશિક રાહત મળી હતી. બીજી બાજુ રાત્રીનું તાપમાન પણ 26 ડિગ્રીથી નીચે રહ્યું હતું.

ગરમીમાં ઘટાડા વચ્ચે અસહ્ય ઉકળાટનો કહેર યથાવત રહ્યો હતો. બીજી બાજુ મોડી રાત બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 થી 4 દિવસ સુધી દિવસના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

અન્ય સમાચારો પણ છે...