ઉનાળો શરૂ:ઉ.ગુ.માં 116 દિવસ બાદ રાત્રીનું તાપમાન 21 ડિગ્રી પાર પહોંચ્યું

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 7-8 માર્ચે બ.કાં. અને સા.કાં.માં ભારે ગાજવીજ સાથે માવઠાંની શક્યતા
  • 37 ડિગ્રીથી વધુ તાપમાન અને વાદળોથી ભેજ વધતાં આકરી ગરમીનો અનુભવ

ઉત્તર ગુજરાતમાં 116 દિવસ બાદ શનિવારે પાંચેય શહેરોમાં રાત્રીનું તાપમાન 21 ડિગ્રી પાર પહોંચ્યું હતું. આ સાથે બેવડી ઋતુએ પણ વિદાય લીધી છે. સાથે ઉત્તર ગુજરાતમાં ઉનાળાએ દસ્તક દીધી છે. આ અગાઉ ગત 7 નવેમ્બરે 5 શહેરોમાં રાત્રીનું તાપમાન 21 ડિગ્રી પાર રહ્યું હતું. ઉલ્લેખનિય છે કે, લઘુત્તમ તાપમાન 22.4 થી 22.7 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું.

શનિવારે વાદળછાયા વાતાવરણના કારણે 5 શહેરોમાં દિવસનું તાપમાન અનિયમિત રહ્યું હતું. જેને લઇ મહેસાણા, પાટણ અને મોડાસામાં તાપમાન અડધો ડિગ્રી સુધી ઘટ્યું હતું. જ્યારે ડીસા અને હિંમતનગરનું તાપમાન 1 ડિગ્રી સુધી ઉંચકાયું હતું. ઉતાર-ચડાવ વચ્ચે પાંચેય શહેરોમાં ગરમીનો પારો 37.9 થી 38.6 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. એક બાજુ 37 ડિગ્રી વધુ તાપમાન અને બીજી બાજુ વાદળોના કારણે ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટ સાથે આકરી ગરમીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, 8 માર્ચ સુધી ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું રહેવાના કારણે 4-5 દિવસ દિવસ-રાતના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ દરમિયાન છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદના હળવાં ઝાપટાં પડી શકે છે. જોકે, 7 અને 8 માર્ચના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાકે 30 થી 40 કિમીની ઝડપે ભારે પવન અને ગાજવીજ સાથે માવઠાંની શક્યતા છે. 8 માર્ચ સુધી વાદળાં અને માવઠાંના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટનો અનુભવ પણ થવાની શક્યતા છે.

ઉ.ગુ.માં ગરમીનો પારો
મહેસાણા

37.9 (-0.4) ડિગ્રી

પાટણ

38.6 (-0.5) ડિગ્રી

ડીસા

38.1 (+0.7) ડિગ્રી

હિંમતનગર

38.1 (+1.0) ડિગ્રી

મોડાસા

38.3 (-0.4) ડિગ્રી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...