મામલતદારને ચાર્જ સોંપાયા:વડનગર, ખેરાલુ અને વિજાપુર પાલિકામાં વહીવટદાર મૂકાયા

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠામાં 4, મહેસાણા-પાટણમાં 3-3, બનાસકાંઠામાં 2 પાલિકાની મુદત પૂરી થતાં મામલતદારને ચાર્જ સોંપાયા
  • પછાતવર્ગો માટેની બેઠકો અંગેની પ્રક્રિયા ચાલુ હોઇ હાલ ચૂંટણી યોજાઇ શકે તેમ નથી

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાની 4, પાટણ અને મહેસાણાની 3-3 અને બનાસકાંઠાની 2 મળી કુલ 12 નગરપાલિકામાં 5 વર્ષની મુદત પૂરી થતાં વહીવટદાર તરીકે સ્થાનીક મામલતદારની નિમણૂંક કરાઇ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટેની બેઠક નક્કી કરવા માટે રચિત આયોગરાહે પ્રક્રિયા ચાલુ હોઇ સરકારને અહેવાલ, ભલામણ સોંપવામાં ન આવે ત્યાં સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઇ શકે તેમ ન હોઇ રાજ્યમાં આવી ટર્મ પૂરી થતી અને વિસર્જિત 76 નગરપાલિકાઓમાં વહીવટદાર નિયુક્તિના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે આદેશ કર્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં ઇડર, ખેડભ્રહ્મા, પ્રાંતિજ અને તલોદ, મહેસાણા જિલ્લામાં વડનગર, ખેરાલુ અને વિજાપુર, પાટણ જિલ્લામાં રાધનપુર, ચાણસ્મા અને હારિજ તેમજ બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા અને થરાદ નગરપાલિકામાં સ્થાનિક મામલતદારની વહીવટદાર તરીકે નિમણૂંક કરાઇ છે. ત્યારે ઉ.ગુ.ની 12 નગરપાલિકામાં આગામી ચૂંટણી ન થાય ત્યાં સુધી વહીવટદાર શાસન રહેશે.

અન્ય સમાચારો પણ છે...