ઓચિંતી મુલાકાત:મહેસાણા પાલીકાની ગાંધીનગરના અધિક કલેક્ટરે મુલાકાત લીધી, વિવિધ પ્રોજેક્ટ, મોડેલ ફાયર સ્ટેશન માટેની જગ્યાનું નિરીક્ષણ કર્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચ અધિકારીઓની મુલાકાતના પગલે કર્મચારીઓમાં નાસભાગ મચી હતી

મહેસાણા પાલિકાની ગાંધીનગરના અધિક કલેક્ટરે ઓચિંતી મુલાકાત લીધી હતી. જેને લઈ મહેસાણા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. ગાંધીનગર પ્રાદેશિક કમિશ્નર કચેરી પાલિકાના અધિક કલેક્ટર એમ.એસ.ગઢવી મહેસાણા પાલિકાની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. જ્યા તેઓએ વિવિધ પ્રોજેક્ટ, મોડેલ ફાયર સ્ટેશન માટેની જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું.

ઉચ્ચ અધિકારીઓની મુલાકાતના પગલે કર્મચારીઓમાં નાસભાગ મચી હતી. પાલિકમાં અધિક કલેક્ટર ચીફ ઓફિસર અલ્પેશ પટેલ સહિત પાલિકાના વિવિધ વિભાગના વડા સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી અને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં વિકાસના પ્રોજેક્ટ એસ.બી.એમ.પી.એમ સ્વનિધિ, આવાસ યોજના સહિત પ્રોજેકટની સમીક્ષા કરવામાં આવી હતી.

મહેસાણામાં મોડલ ફાયર સ્ટેશન માટે કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલી હાઇવે પરની જગ્યાનું પણ સ્થળ નિરીક્ષણ કરી ચીફ ઓફિસરને વિવિધ સૂચના આપી હતી. તેમજ સ્વચ્છ સર્વેક્ષણની ટીમની પણ મુલાકાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...