તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા બાયપાસ હાઇવે પર આવેલ ડી માર્ટ નજીક એક કોમ્પ્લેક્ષમાં વિડા સલીનીક રિસર્ચ સેન્ટરમાં બનાવટી આધારકાર્ડ બનાવીને વોલેન્ટિયર વધારવાના કૌભાંડ મામલે મહેસાણા LCB દ્વારા રેડ રેડ મારી આ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં 5 જેટલા આરોપી પકડાયા હતા. આ આરોપીઓના જામીનને મહેસાણા એડિશનલ ચીફ કોર્ટે ફગાવી દીધા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓ પટેલ પરીક્ષિત વસંતભાઈ, ચૌધરી પ્રકાશ સરદાર ભાઈ, વીપીન શ્રીધર ભાઈ, ડો આનંદ નવીનભાઈ પટેલ, ડો જતીન યોગેશ કુમારે મહેસાણા એડિશનલ ચીફ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આરોપીઓએ કરેલી જામીન અરજી ન મામલે સરકારી પી.વી.ચૌધરીએ ધારદાર દલીલો કરી એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટના ન્યાયાધીશ ડી.બી રાજને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને પાંચ આરોપીની જામીન અરજી ફગાવી હતી.
શુ હતો સમગ્ર મામલો
4 દિવસ પૂર્વે મહેસાણામાં નકલી આધારકાર્ડ બનાવતાં ઇસમોને LCBએ ઝડપી પાડ્યા હતા. મહેસાણા LCBની ટીમે ચોક્કસ બાતમી આધારે D-Mart નજીક એક ખાનગી કંપનીમાં રેઇડ કરી હતી. જ્યાં વોલેન્ટરોની સ્ટડીમાં સંખ્યા વધારવાના હેતુથી વોલેન્ટરોના આધારકાર્ડને સ્કેનિંગ કરી નકલી આધારકાર્ડ બનાવતાં પાંચ આરોપીઓ ઝડપાયા હતા. LCBએ કાર્યવાહી દરમ્યાન કુલ 1.05 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી તમામ સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
વોલેન્ટરોના આધારકાર્ડને સ્કેનિંગ કરીને ફોટાને બદલી દેતા મહેસાણા LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, મહેસાણા-પાંચોટ બાયપાસ નજીકના રાધે પેલેડીયમ નામના કોમ્પલેક્ષમાં વિડા ક્લિનિકલ રીસર્ચમાં સ્ટડી માટે આવતાં વોલેન્ટરોના આધારકાર્ડને સ્કેનિંગ કરી તેમાં ઉંમર અને ફોટા બદલી નકલી આધાર કાર્ડ બનાવે છે. જે બાતમીના આધારે LCB PIની સુચનાથી ટીમે તાત્કાલિક રેડ કરી પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા.
પાંચ આરોપી સહિત કુલ 1.05 લાખનો મુદ્દામાલ જપ્ત
મહેસાણામાં સ્ટડી માટે આવતાં વોલેન્ટરોના આધારકાર્ડ સ્કેન કરી નકલી આધારકાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગઇકાલે LCBને પાંચ ઇસમોને ઝડપી પુછપરછ કરતાં તેઓ કોમ્પ્યુટરમાં પેઇન્ટ નામના સોફ્ટવેરમાં નકલી આધારકાર્ડ બનાવતાં હોવાનો ખુલાસો થયો હતો. કાર્યવાહી દરમ્યાન LCBએ બનાવટી આધારકાર્ડ, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત કુલ 1 લાખ 5 હજાર 150નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.