તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:મહેસાણામાં ઊંઝાના નાયબ મામલતદારનું એક્ટીવા ચોરાયું

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહેસાણાના ધોબીઘાટ રોડ પર ધરતી ટાઉનશીપમાં રહેતા ઊંઝા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર મુકેશભાઇ મોતીભાઇ પંચાલની પુત્રી ગત 23 નવેમ્બરે બપોરે 3 વાગે ઘરેથી દાદી માટે દવા લેવા મહેસાણાના સોમનાથ ચોકમાં દવાની દુકાને જવા નીકળી હતી. તેણી એક્ટીવા બિલાડી બાગના ગેટ પાસે પાર્ક કરી દવાની દુકાન તરફ જઇ રહી હતી, ત્યારે એકાએક એક્ટીવામાં ચાવી રહી ગઇ હોવાનું યાદ આવતાં તે પરત ફરી ત્યારે પાર્ક કરેલી જગ્યાએ એક્ટીવા ન જોઇ ચોંકી ગઇ હતી. આ સંબંધે તેણીએ 100 નંબર પર ફોન કરી જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાના 13 દિવસ બાદ મુકેશભાઇ પંચાલે એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં એક્ટીવા ચોરીનો ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો