તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વડનગર-વિસનગર હાઈવે પર મલેકપુર ચોકડી પાસે ટ્રકે એક્ટિવાને અડફેટે લીધુ, ત્રણના ઘટનાસ્થળે જ મોત

મહેસાણા4 મહિનો પહેલા
આઇસરે એક્ટિવાને અડફેટે લીધુ હતું - Divya Bhaskar
આઇસરે એક્ટિવાને અડફેટે લીધુ હતું
 • મૃતકો વિસનગર અને સિપોરના રહેવાસી હોવાની પ્રાથમિક વિગતો

મહેસાણાના વડનગર-વિસનગર હાઈવે પર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો છે. જેમાં એક્ટિવા પર સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠા થયા હતા અને પોલીસના જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોના પરિવારજનો પહોંચતા માહોલ ગમગીન બન્યો હતો.

અકસ્માતમાં એક્ટિવાના ફૂરચે ફૂરચા થઇ ગયા હતા
અકસ્માતમાં એક્ટિવાના ફૂરચે ફૂરચા થઇ ગયા હતા

ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું
બનાવની વિગતો એવી છેકે, વડનગર-વિસનગર હાઈવે પર મલેકપુર ચોકડી પાસે એક આઇસર ટ્રકે એક્ટિવાને અડફેટે લીધું હતું. સાતસો સમાજની વાડી પાસે થયેલા આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર ત્રણ યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવાના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતના પગલે એકઠી થયેલી ભીડમાં રોષ જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકો વિસનગર અને સિપોરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો