હત્યારો ઝડપાયો:ખેરાલુમાં રાત્રે 2 વાગ્યે નજીવી બાબતે યુવતીને લોખંડની પાઇપ મારી મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુક્તિધામ પાસે રહેતા યુગલ પર મધરાતે હુમલો કરવામાં આવ્યો હતો

ખેરાલુમાં આવેલા મુક્તિધામ નજીક રહેતા યુવક યુવતી પર ગઈ કાલે રાત્રે નજીવી બાબતે બે ઈસમોએ ધોકા અને લોખંડની પાઇપો મારી જતી.ઇજા પામેલા યુવક યુવતીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન યુવતીને મૃત જાહેર કરી હતી સમગ્ર મામલે ખેરાલુ પોલીસ મથકમાં બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ જતી જે ઘટનાને લઇ ગણતરીના કલાકોમાં મહેસાણા એસઓજી ટીમે આરોપીને મહેસાણાથી ઝડપી લીધો હતો

ખેરાલુમાં આવેલા મુક્તિધામ નજીક ઝૂંપડામાં ઠાકોર ઇશ્વરજી પોતાની પ્રેમિકા લીલા સાથે હતા એ દરમિયાન આરોપી દિપક પટવા ફરિયાદીના ઘરની સામે લઘુ શંકા કરવા ઉભો હતો જે મામલે પ્રેમિકા લીલાએ આરોપી દીપકને અહીંયા ઉભા નહિ રહેવાનું કઈ બોલાચાલી કરી હતી.બાદમાં રાત્રે બે વાગ્યાના સમય ગાળા દરમિયાન આરોપી દિપક પોતાન સાથે અન્ય એક ઇસમને લઇ આવી ફરિયાદી અને તેની પ્રેમિકા સાથે માથાકૂટ કરી લોખંડની પાઇપ અને ધોકા મર્યા હતા. જેમાં ફરિયાદીની પ્રેમિકાને માથામાં લોખંડની પાઇપ વાગી જતા સારવાર દરમ્યાન ડોકટર તેણે મૃત જાહેર કરી હતી.

સમગ્ર મામલે ખેરાલુ પોલીસ મથકમાં બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ જતી એ મામલે મહેસાણા એસઓજી ટીમને હત્યા કરનાર દિપક પટવા મહેસાણાના ગોપી નાળા પાસે હોવાની જાણ થતાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ માટે ખેરાલુ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...