તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Accused, Who Has Been Absconding From Mehsana Jail For The Last Five Years On Charges Of Kidnapping And Rape, Was Caught Working In Surat.

ધરપકડ:અપહરણ અને બળાત્કારના ગુનામાં મહેસાણાની જેલમાંથી છેલ્લા પાંચ વર્ષથી ફરાર થયેલો આરોપી સુરતમાં મજૂરી કરતા ઝડપાયો

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી મહેસાણા સિવિલમાં સારવાર લેવાના બહાને ફરાર થયો હતો

મહેસાણા જિલ્લામાં જામીન પર છૂટેલા અને ગુનાહિત પ્રવુતિ કરીને ફરાર થયેલા આરોપીને શોધવા જિલ્લા પોલીસ વડા દ્વારા આદેશ આપવામાં આવેલા જેથી મહેસાણા પેરોલ ફ્લો સ્કોર્ડની ટીમ આવા આરોપીઓને શોધી કાઢવા માટે જિલ્લામાં પેટ્રોલીગ કરી આરોપીઓને શોધી કાઢવામાં સફળ નીવડી છે. આરોપી સુરત જિલ્લાના એક રિલાયન્સ કંપનીમાં છૂટક મંજૂરી કરતો હોવાની બાતમી મળતા મહેસાણા પેરોલ ફ્લો ટીમે સુરત ખાતે જઈ આરોપીને દબોચી લીધો હતો.

મહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણા પોલીસ સ્ટેશનનો અપહરણ અને બળાત્કારનો આરોપી દુબે રોહિત કુમાર જે મહેસાણા સબ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. જે આરોપીને તબિયત લથડતા મહેસાણા સિવિલ ખાતે સારવાર અર્થે લાવામાં આવ્યો હતો જેથી આરોપીએ પોલીસની નજર ચૂકવી પોલીસ જાપતામાંથી ફરાર થઈ ગયો હતો. જેથી ફરાર થયેલા આરોપીની વિરુદ્ધમાં મહેસાણા A ડિવિઝન પોલીસ મથકમાં જેતે સમયે આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ફરાર થયેલા આરોપીની બાતમી મહેસાણા પેરોલ ફ્લોની ટીમને મળી હતી જેમાં આરોપી સુરત જિલ્લાના એક રિલાયન્સ કંપનીમાં છૂટક મંજૂરી કરતો હોવાની બાતમી મળતા મહેસાણા પેરોલ ફ્લો ટીમે સુરત ખાતે જઈ આરોપીને દબોચી લીધો હતો તેમજ તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...