આઇસ્ક્રીમઅને ગાંઠિયા ખવડાવવાની લાલચ આપી 7 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની સાથે છેડતી કરનાર વિજાપુરના આરોપીને પોક્સો કોર્ટે 5 વર્ષની સજા ફટકારી હતી. વિજાપુરમાં રહેતો રમેશ ઉર્ફે ભોજિયો વિરસંગભાઈ દેવીપુજક (39) પંથકની 7 વર્ષની માસૂમ બાળકીને આઈસ્ક્રીમ અને ગાંઠિયા ખવડાવવાની લાલચ આપી રેલવે ફાટક નજીક આવેલી એક ઓરડીમાં લઈ ગયો હતો અને તેની સાથે છેડતી કરી હતી. જે અંગેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ધરપકડ કરી ચાર્જસીટ કર્યું હતું.
આ કેસ મંગળવારે મહેસાણાની પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ નિર્મળભાઈ એસ. શાહની દલીલો અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ જજ એ.એલ. વ્યાસ દ્વારા કલમ 363 અને 366માં આરોપી રમેશ દેવીપુજકને કસુરવાર ઠેરવી કુલ 5 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે ભોગ બનનાર બાળકીને એક લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.