દુષ્કર્મ:વિજાપુરની યુવતી પર દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા ફટકારાઈ

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેસાણા એડીશનલ સેશન્સ કોર્ટે 16 હજાર દંડ પણ ફટકાર્યો
  • વિજાપુરના યુવકે ધમકી આપી માણસા, ડાકોરમાં દુષ્કર્મ કર્યું હતું

વિજાપુર તાલુકાના એક ગામની યુવતી ઉપર વર્ષ 2016માં દુષ્કર્મ ગુજારનારા વિજાપુર શહેરના આરોપીને મહેસાણાની એડિશનલ સેશન્સ કોર્ટે 10 વર્ષ કેદ અને રૂ.16 હજારનો દંડ ફટકારતી સજા સંભળાવી છે. વિજાપુર પંથકના એક ગામની યુવતીને ગત 5 ફેબ્રુઆરી, 2016ની રાત્રે વિજાપુર શહેરના ઠાકોરવાસમાં રહેતો સંજય ગોપાળભાઈ દેવીપૂજક (25) બાઈક લઈને ભોગ બનનાર યુવતીના ઘેર ગયો હતો. ઘર ખોલાવીને યુવતીને બાઈક ઉપર બેસી જવા કહ્યું હતું.

યુવતીએ ના કહેતા તેના ત્રણેય ભાઈ-બહેનને મારી નાખવાની ધમકી આપતાં યુવતી બાઈક ઉપર બેસી ગઈ હતી. યુવતીને માણસા અને ત્યારબાદ ડાકોર લઈ જઈ ગેસ્ટ હાઉસમાં મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યુ હતું. તેથી યુવતીએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ મહેસાણાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ કુ.રેખાબેન જોષીની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ પી.એસ. સૈનીએ આરોપી સંજય દેવીપૂજકને 10 વર્ષ કેદ અને રૂે16 હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકારી વકીલે 17 જેટલા સાહેદોને તપાસીને દસ્તાવેજી પુરાવા પણ રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...