કોર્ટનો ચુકાદો:સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા, પીડિતાને રૂ. 6 લાખ વળતર આપવા હુકમ

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરપુરાની ઘટનામાં મહેસાણા સ્પે. પોક્સો કોર્ટનો ચુકાદો

2018ના વર્ષ દરમિયાન સગીરા પર દુષ્કર્મ આચરનારા બહુચરાજી તાલુકાના સુરપુરા ગામના આરોપીને મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે કસૂરવાર ઠેરવી 10 વર્ષની સજા અને રૂ.14 હજારનો દંડ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભોગ બનનાર સગીરાને કોર્ટ દ્વારા રૂ.6 લાખનું વળતર આપવાનો હુકમ પણ કરાયો છે.

બહુચરાજી તાલુકાના સુરપુરા ગામના સાહિલ ઉર્ફે ગોટુ છગનભાઈ દેવીપુજકે એક સગીરાને તેણીના માતા-પિતાને પાણી પીવડાવવાના બહાને ઘેરથી લઈ જઈ અવાવરું જગ્યા પર છરી બતાવી દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ બહુચરાજી પોલીસ મથકે નોંધાઈ હતી.

પોલીસે ચાર્જશીટ કર્યા બાદ જે અંગેનો કેસ તાજેતરમાં મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સી.બી. ચૌધરીની દલીલોને આધારે જજ પી.એસ. સૈનીએ આરોપી સાહિલ ઉર્ફે ગોટુ છગનભાઈ દેવીપુજકને 10 વર્ષની સજા અને રૂ.14 હજારનો દંડ ફટકાર્યો હતો. સરકારી વકીલે 18 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...