આદેશ:વડોસણ જૂથ અથડામણના આરોપીઆે જેલ હવાલે કર્યા, તાર ફેન્સિંગ મુદ્દે મારા મારી થઈ હતી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તાલુકા પોલીસે ચીફ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જ્યુડીશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલ્યા

વડોસણમાં વાડામાં તાર ફેન્સીંગ કરવા મામલે જિ.પં.ઉપપ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી અમૃતજી ઠાકોરના જૂથ વચ્ચે અથડામણ થયા બાદ તાલુકા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓને મહેસાણાની ચીફ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.

જિ.પં. ઉપપ્રમુખ અંબાલાલ ઠાકોર અને કોંગ્રેસ અગ્રણી અમૃતજી ઉર્ફે ભોપાજી ઠાકોરના માણસો વચ્ચે થયેલી અથડામણ બાદ તાલુકા પોલીસે અમૃતજી ઉર્ફે ભોપાજી ઠાકોરની ધરપકડ કરી હતી. જ્યારે મંગળવારે બાકીના 5 આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા. આ તમામ આરોપીઓને પોલીસે બુધવારે મહેસાણાની ચીફ કોર્ટમાં હાજર કર્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા હથિયારો જપ્ત કર્યા હોવાથી કોર્ટે તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...