તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:સુંઢિયાની સગીરા પર દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • બે બાળકોનો પિતા સાડા ચાર વર્ષ અગાઉ ભગાડી ગયો હતો
 • મહેસાણા પોક્સો કોર્ટે સજા અને રૂ.18,500 દંડ ફટકાર્યો

વડનગર તાલુકાના સુંઢિયા ગામની સગીરા પર દુષ્કર્મના ગુનામાં મહેસાણા પોક્સો કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ અને રૂ.18,500નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.સુંઢિયા ગામનો બે બાળકોનો પિતા એવો 27 વર્ષીય વિજયજી રૂપસંગજી ઠાકોર આજથી સાડા ચાર વર્ષ અગાઉ મે 2016માં સગીરાને ભગાડી જઇ તેની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

જે અંગે વડનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ બનાવનો કેસ મહેસાણાની પોક્સો કોર્ટમાં ચાલતાં જિલ્લા સરકારી વકીલ નિર્મળભાઇ શાહે સરકાર તરફી કુલ 15 સાહેદો તપાસ્યા હતા અને 16 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. મંગળવારે સ્પે.પોક્સો કોર્ટમાં આ પુરાવાઓ માન્ય રખાયા હતા અને જજમેન્ટના સ્ટેજે સરકારી વકીલ હસુમતીબેન મોદીએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી જુદી જુદી કલમો હેઠળ આરોપીને સજા અને દંડનો હુકમ કરાયો હતો. જજ એચ.આર. રાવલની કોર્ટમાં આરોપી વિજયજી રૂપસંગજી ઠાકોરને વધુમાં વધુ 10 વર્ષની સજા તથા કુલ રૂ.18,500 દંડનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો