રિમાન્ડ:મહેસાણાના પાંચોટ બાયપાસ પાસેથી મળેલા 9 લાખ કિંમતના દારૂના કેસમાં આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ મહિના પહેલાં દારૂ ઝડપાયો હતો, આરોપી ફરાર થઇ ગયો હતો
  • હાલમાં ઝડપાયેલા આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર

મહેસાણા શહેરના પંચોટ બાયપાસ હાઇવે પર પલોદર બ્રિજ પાસેથી તાલુકા પોલીસને આજથી ત્રણેક મહિના પહેલા 9 લાખથી વધુ કિંમતનો વિદેશ દારૂ ભરેલું પીકઅપ ડાલું બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જે મામલે તાલુકા પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે કેસમાં આરોપીને ઝડપીને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે

ત્રણ મહિના પહેલાં મળેલા દારૂમાં આરોપી ફરાર થઇ ગયો હતો. જે હાલમાં ઝડપાતાં આરોપીના રિમાન્ડની અરજી કરતા સરકારી વકીલ પરેશ.કે.દવેએ પોતાની દલીલો કોર્ટમાં રજૂ કરી હતી. જેને લઇને કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...