મહેસાણાની ઘટના:યુવક પર છરીથી હુમલો કર્યા બાદ લોહી નિકળતાં આરોપી ડર્યો, ઇજાગ્રસ્તને હોસ્પિટલ સારવાર કરાવી ફરાર થઇ ગયો

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસ્વીર - Divya Bhaskar
ફાઇલ તસ્વીર
  • ત્રણ મહિના પહેલા થયેલી બોલાચાલીમાં હુમલો કર્યો
  • હુમલાખોર જાતે ઘાયલ યુવકને પોતાના એક્ટિવા પર હોસ્પિટલમાં લઇ ગયો

મહેસાણા શહેરમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવક પર એક શખ્સે હુમલો કર્યા બાદ આરોપી ડરી જતાં ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં સારવાર કરાવી તેના ઘરે મૂકી અને કોઇને ન કહેવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. જે અંગે ઇજાગ્રસ્ત યુવકે ફરિયાદ નોંધાવી છે.

મહેસાણામાં શનિવારે ધોળે દહાડે એક યુવક પર જૂની અદાવતમાં એક શખ્સે ગાળા કરી છરી મારી ઇજાગ્રસ્ત કર્યો હતો. બાદમાં હુમલો કરનાર યુવક ડરી જતા ઘાયલ થયેલા યુવકને પોતાની એક્ટિવા પર બેસાડી સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયો હતો. જ્યાં હુમલો કરનાર યુવાને ઘાયલ યુવાનને પટાપીડી કરાવ્યા બાદ ઘરે ઉતારી ફરાર થઈ ગયો હતો.

શહેરના ઊંચા ભાટવાડાંમાં આવેલી ખડકીમાં રહેતો ભરત બારોટ સાંજે બજારમાં રાશન લેવા માટે ગયો હતો, ત્યાથી પરત ફરતી વખતે રામ ચોક પાસે મોસીન ઉર્ફે દોતી નામનો શખ્સ પોતાનું એક્ટિવા લઇ આવી ભરતને ઉભો રાખ્યો હતો અને 'તું કેમ અહીંથી નીકળે છે?' તેમ કહી ભરત સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ત્રણ મહિના પહેલા થયેલી બોલાચાલીની વાત યાદ કરી ઉશ્કેરાઇને ભરતને ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા.

છરીના ઘા મારતાં ભરત લોહીલુહાણ થઇ ગયો હતો, જેથી આરોપી ડરી ગયો અને પોતાના એક્ટિવા પર બેસાડી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં ઘયાલ થયેલા ફરિયાદીને ધમકી આપી હતી કે, જો તું મારુ નામ લઇસ તો જાનથી મારી નાખીશ. જેથી ભરતે ડરના માર્યે પતરું વાગ્યું હોવાનું ડોકટરને જણાવ્યા બાદ હુમલો કરનાર યુવક ફરિયાદીને હોસ્પિટલ માંથી રજા અપાવી ફરાર થઈ ગયો હતો.

બાદમાં ઘરે આવ્યા બાદ પણ ભરતને લોહી બંધ ન થતા પોતાના પરિવારજનો અને મિત્રોને સમગ્ર મામલે જાણ કરી હતી. બાદમાં ફરીથી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ગાળાના ભાગે ચાર જેટલા ટાંકા આવ્યા હતા, બાદમાં ઘાયલ યુવકે મોસીન નામન યુવક સામે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...