ઠગાઈ:46.22 લાખની ઓનલાઈન ઠગાઈ કેસમાં આરોપીના જામીન નામંજૂર

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોન આપવાનું કહી ઠગાઈ આચરી હતી
  • એસઓજીએ રાજસ્થાનના ઝુંઝનુથી ધરપકડ કરી હતી

બજાજ ફાયનાન્સમાંથી લોન અપાવવાનું કહીને રૂપિયા 46.22 લાખની ઓનલાઈન ઠગાઈ કરવાના કેસમાં જેલમાં રહેલાં રાજસ્થાની શખ્સના નિયમિત જામીન મહેસાણાની એડીશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે ફગાવી દીધા હતા. રાજસ્થાની શખ્સને એસઓજીએ ઝડપીને જેલહવાલે કર્યો હતો.

આંબલિયાસણના દેવેન્દ્ર પરસોત્તમભાઈ પટેલને 4 જેટલા શખ્સોએ ફોન ઉપર બજાજ ફાયનાન્સમાંથી 15 લાખની લોન આપવાની લાલચ આપીને 46,22,991 ની ઠગાઈ કરી હતી. આ કેસમાં એસઓજીએ રાજસ્થાનના ઝુંઝનુ વિસ્તારમાંથી પંકજ ઉર્ફે વિક્કી ધરમવીર શર્મા નામના શખ્સની ધરપકડ કરીને જેલહવાલે કર્યો હતો. આરોપી પંકજ શર્માએ નિયમિત જામીન માટે અરજી કરતાં સરકારી વકીલ પરેશભાઈ દવેની દલીલોને ગ્રાહ્ય રાખીને એડીશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટના ન્યાયાધીશ એમ.ડી.પાન્ડેએ જામીન અરજીને નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...