રિમાન્ડ મંજૂર:મહેસાણાના રમોસણા ચાર રસ્તા પાસેથી 9.83 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયેલા આરોપી 3 દિવસના રિમાન્ડ પર

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે મહેસાણા ખાતે કાર્યવાહી કરી હતી

મહેસાણા શહેરમાં આવેલા રમોસણા ચાર રસ્તા નજીક બે દિવસ અગાઉ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમી આધારે પાલનપુરથી અમદાવાદ લઇ જવાતા વિદેશી દારૂ સહિત એક આરોપીને ઝડપ્યો હતો. જ્યાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે સમગ મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં કુલ 9.83 લાખના મુદ્દામાલ અંગે ઝડપાયેલા આરોપી સામે ગુનો દાખલ કરાવ્યો હતો. જે કેસના આરોપીને મહેસાણા કોર્ટ ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે.

સરકારી વકીલ પરેશ કે. દવેએ આ મામલે કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે દલીલ કરી હતી અને કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આરોપી મોટી રકમના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપાયો છે. તેમજ ટેમ્પો ટ્રાવેલર પકડાયેલ તેના માલિકની તપાસ કરવી જરૂરી છે. આરોપી રાજસ્થાન માંથી ક્યાંથી માલ લાવેલ તે તપાસ કામે તેને હાજરીમાં જ શક્ય છે અને આ વિદેશી દારૂ અમદાવાદ કઈ જગ્યા એ મુકવાનો હતો અને કોને આપવાનો હતો તેની તપાસ કરવી જરૂરી. આરોપી બીજા આરોપીના નામ જણાવતો નથી અને તપાસમાં આરોપી ને સાથે રાખી તપાસ કરવી જરૂરી હોય. જેવી દલીલો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી જ્યાં મહેસાણા મેજિસ્ટ્રેટ એસ.એમ. વૈષ્ણવ દ્વારા આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...