તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફ્લો સ્કોર્ડે દબોચ્યો

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી ઘરે આવ્યો હોવાની માહિતી પોલીસને મળતા પકડાયો

મહેસાણા જિલ્લા ગુનાહિત પ્રવૃતિઓ કરીને સજા ભોગવી રહેલા ગુનેગારો જે પોતાની સજા દરમિયાન પેરોલ પર જામીન લઈ ફરાર થવામાં સફળ થતા હોય છે. તેવા વચગાળાના જામીન પર છૂટેલા અને ફરાર આરોપીઓને શોધવા મહેસાણા જિલ્લા પેરોલ ફ્લો સ્કોર્ડની ટિમ કામગીરી કરી હતી. તેમાં કડી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફ્લોએ ઝડપી પાડ્યો છે.

પોલીસે આરોપીના ઘરે જઈને ફરાર આરોપીની અટકાયત કરી
જેમાં કડી પોલીસ સ્ટેશનના પ્રોહીબીસન ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપીને ઝડપી લીધો હતો. ડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીસનના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપી ગૌસ્વામી વિજયગીરી મહેશગીરી જે અમદાવાદ જિલ્લાના વિરમગામનો રહેવાસી છે. તે પોતાના ઘરે આવ્યો હોવાની માહિતી મહેસાણા પેરોલ ફ્લો સ્કોર્ડની ટિમને માહિતી મળતા પોલીસે તેના ઘરે જઈને ફરાર આરોપીની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...