તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • According To The Rotation, The Winning Candidate From Nanikadi, Kayal Or Kansa NA Seat Will Become The District Panchayat President.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:રોટેશન મુજબ નાનીકડી, કૈયલ કે કાંસા એનએ બેઠક પરથી જીતેલા ઉમેદવાર જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિ.પં.પ્રમુખ અનુસુચિત જાતિના ઉમેદવાર બનશે,ભાજપ-કોંગ્રેસમાં હવે મજબૂત ઉમેદવારની શોધ

રાજ્યના વિકાસ કમિશ્નરે જાહેર કરેલા રોટેશન મુજબ મહેસાણા જિલ્લા પંચાયતના આગામી પ્રમુખ અનુસૂચિત જાતિના ચૂંટાયેલા ઉમેદવાર બનશે. એટલે કે, નાનીકડી, કૈયલ કે કાંસા એનએ બેઠક પરથી જીતનાર ઉમેદવારના માથે પ્રમુખનો તાજ હશે. જિલ્લા પંચાયતની 42 બેઠકોમાં સામાન્ય સ્ત્રી અને બિન અનામતની 17-17 બેઠકો, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 2 સ્ત્રી, જ્યારે 2 સામાન્યની છે. અનુસૂચિત આદિજાતિની 1 સામાન્ય બેઠક સાથે અનુસૂચિત જાતિની સામાન્ય 1 અને 2 સ્ત્રીની બેઠકો છે. જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ આગામી 5 વર્ષ માટે અનુસૂચિત જાતિના ફાળે આવ્યું છે.

જિલ્લા પંચાયતની 42 બેઠકો પૈકી કડી તાલુકાની નાની કડી અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે તેમજ કડી તાલુકાની કૈયલ બેઠક અને વિસનગર તાલુકાની કાંસા એનએ બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી માટે અનામત છે. આમ, આગામી ચૂંટણી બાદ પ્રમુખ પદ માટેના દાવેદાર આ ત્રણેય બેઠકો પરથી રહેશે. જેને લઇ ભાજપ અને કોંગ્રેસ માટે આ બેઠકોનું મહત્વ વધી ગયું છે અને પ્રમુખ પદે બેસી શકે તેવા મજબૂત ઉમેદવાર શોધવાની કવાયત હાથ ધરાઇ છે. આ સાથે જિલ્લાની 10 તાલુકા પંચાયતોના પ્રમુખપદ પણ નક્કી કરાયાં છે. જેમાં 4 તા.પં.માં સામાન્ય, 4 તા.પં.માં સામાન્ય વર્ગ મહિલા માટે, એક તાલુકા પંચાયતમાં અનુસુચિત જાતિ તેમજ એક તાલુકા પંચાયતમાં બક્ષીપંચ મહિલા પ્રમુખ બનશે.

10 તાલુકા પંચાયતમાં પ્રમુખપદનો પ્રકાર નક્કી

તાલુકોપ્રમુખ
કડીસામાન્ય (જનરલ)
મહેસાણાસામાન્ય (જનરલ)
વડનગરસામાન્ય (જનરલ)
વિજાપુરસામાન્ય (જનરલ)
બહુચરાજીસામાન્યવર્ગ સ્ત્રી
સતલાસણાસામાન્યવર્ગ સ્ત્રી
ઊંઝાસામાન્યવર્ગ સ્ત્રી
વિસનગરસામાન્યવર્ગ સ્ત્રી
જોટાણા

અનુસૂચિત જાતિ (એસસી)

ખેરાલઓબીસી મહિલા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો