તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:લગ્નમાં જઇ રહેલા પરિવારને અકસ્માત : 1નું મોત, 3ને ઇજા, કડીના સુજાતપુરા પાસે રિક્ષા-ટ્રેકટર વચ્ચે અકસ્માત

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તોને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઇ જવાયા

લગ્નમાં જઇ રહેલા પરિવારની રિક્ષાને કડીના વિસતપુરા રોડ પર ટ્રેક્ટર અથડાતાં યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઇ જવાયા હતા.દેત્રોજ તાલુકાના શિહોર ગામના ડાહ્યાભાઇ કાળુભાઇ બજાણિયાનો પૌત્ર કિશનભાઇ (20) તેની પત્ની શિલ્પાબેન, પુત્રી કોમલ સાથે કડીથી રિક્ષા ભાડે કરી વિસતપુરા લગ્નમાં જવા નીકળ્યા હતા ત્યારે સુજાતપુરા ગામ નજીક નર્મદા કેનાલ પાસેના ઢાળ પર સામેથી આવતા ટ્રેક્ટરે રિક્ષાને ટક્કર મારી હતી.

જેમાં રિક્ષા પલટાતાં દબાયેલા ચાર ઇજાગ્રસ્તોને કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં કિશનને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાય તે પહેલાં જ તેનું મોત થયું હતું. મૃતકના દાદા ડાહ્યાભાઇ બજાણિયાએ કડી પોલીસ સ્ટેશનમાં ટ્રેકટર ચાલક શાંતિલાલ ભગવાનભાઇ પટેલ (રહે. અયોધ્યા સોસાયટી, કડી)ની સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો