તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મહેસાણા મેવડ ટોલનાકા પાસે અકસ્માત થયો, બાઈક ચાલકે રાહદારીને ટક્કર મારતા રાહદારીનું મોત

મહેસાણા8 દિવસ પહેલા
 • અકસ્માત માં રાહદાર નું મોત

મહેસાણામાં અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ. ગઈ કાલે થયેલા માર્ગ અકસ્માતમાં બાઈકે રાહદારીને ટક્કર મારી હતી. જેથી ગંભીર ઇજાઓ પહોંચતા રાહદારીનું મોત નીપજ્યું હતું.

મહેસાણા મેવડ ટોલ ટેક્ષ પાસે આવેલ સાગર દાણ ફેકટરીની સામે ગઈ કાલે સાંજે સાત વાગ્યાની આસપાસ લિંચ ગામની સિમમાં ખેતી કરતા પ્રહલાદજી ગુલાબજી ઠાકોર પોતાના ખેતરેથી ઘર તરફ જઈ રહ્યાં હતા. તે દરમિયાન હાઇવે પર આવેલ સાગર દાણની સામેના રોડ પર બાઈક ચાલકે ઘરે જઇ રહેલા આધેડને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આધેડ ત્યાં ને ત્યાં ઇજાઓ પહોંચવાને કારણે બે ભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. જેથી હાજર લોકોએ 108 ને જાણ કરી હતી. ત્યાર બાદ 108 ટીમ પહોંચતા તેમને મહેસાણા સિવિલ લવાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. જેથી પીએમ કર્યા બાદ આજ રોજ તેમની ડેડ બોડી તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો