તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક જામ:મહેસાણાના છઠીયારડાના પુલ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, હાઇવે પર વાહનોની લાઇનો લાગી

મહેસાણા12 દિવસ પહેલા
  • ગાડી ચાલક અને ટ્રક ચાલક વચ્ચે રકઝક થતાં હાઇવે ચક્કાજામ
  • સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઇ નહોતી

મહેસાણાથી રાધનપુર રોડ પર આવેલા છઠીયારડાના પુલ પર આજે ટ્રક અને એક ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. પુલ પર અકસ્માત થવના કારણે હાઇવે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે, સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઇ નહોતી.

મહેસાણાથી થોડે દુર આવેલા છઠીયારડા અને પંચોટ વચ્ચે આવેલા પુલ પર આજે સવારે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં એક ટ્રક અને એક ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાંમાં કોઈ જાનહાનિ પહોંચી નહોતી.

અકસ્માતના સમયે ગાડી ચાલક અને ટ્રક ચાલક રોડ વચ્ચે એક બીજાને ભીંડાઈ ગયા હતા, જેના કારણે હાઇવે પર બંને બાજુ મોટી સંખ્યામાં ગાડીઓની દૂર સુધી લાઈનો જોવા મળી હતી. જેથી મહેસાણા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો