પૂરઝડપે આવતી ટવેરાએ વાનને ટક્કર મારી:ખેરાલુ તાલુકા પંચાયત નજીક ટવેરા ગાડી અને ઓમીની વાન વચ્ચે અકસ્માત સર્જાયો, ગાડી ચાલક ફરાર

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સદભાગ્યે કોઇ જાનહાનિ નહિં, વાનના કાચ, દરવાજો તથા બોડીને મોટું નુકસાન
  • વાન ચાલકે ફરાર ગાડી ચાલક વિરૂદ્ધ ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુમાં તાલુકા પંચાયત નજીક આવેલા રોડ પર બે ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી અન્ય ગાડી ચાલક ફરાર થયો હતો. ત્યારે એક ગાડીને મોટું નુકસાન થતાં અકસ્માત સર્જી ફરાર થયેલા ગાડી ચાલક વિરૂદ્ધ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વડનગર નજીક આવેલા શાહપુર ગામના ઠાકોર મંગાજી ઓમીની વાન લઇને જમીનના કામકાજ અર્થે ખેરાલુ તાલુકા પંચાયત જતા હતા. એ દરમિયાન ગઈકાલે બુધવારે બપોરે 2 કલાકે ખેરાલુ વૃંદાવન ચાર રસ્તા નજીક એક ટવેરા ગાડીના ચાલકે પોતાની ગાડી GJ9B8391 પુરઝડપે હંકારી ફરિયાદીની ગાડીને ટક્કર મારી હતી.

અકસ્માતમાં ઓમીની વાનના ગાડીના કાચ, દરવાજો તથા ગાડીની બોડીને મોટું નુકસાન પહોંચ્યું હતું. ત્યારે અકસ્માત સર્જી ફરાર થયેલા ગાડી ચાલક વિરૂદ્ધ દિલીપજી ઠાકોરે ખેરાલુ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...