રીક્ષાનો કૂરચો બોલી ગયો:મહેસાણાના ફતેપુરા સર્કલ નજીક ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માત, 4 લોકોને ઈજા

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

મહેસાણાના ફતેપુરા સર્કલ નજીક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોને ઇજા થઇ છે. ત્યારે ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી જઈ ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા છે.

ડમ્પર અને લોડીગ રીક્ષા વચ્ચે અકસ્માત
મહેસાણાના ફતેપુરા સર્કલ નજીક અવાર-નવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે સવારે પણ મહેસાણાથી ઊંઝા જતું એક ડમ્પર અને ઊંઝાથી મહેસાણા બાજુ આવતા લોડીગ રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાંમાં ડમ્પરમાં ત્રણ લોકો સવાર હતા અને રિક્ષામાં બે લોકો સવાર હતા. જેમાંથી 4 લોકોને ઈજા પહોંચી છે.
આસપાસ લોકોના ટોળા એકઠા થયા
આ અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને ઘાયલાને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ ટ્રાફિકજામ પણ થયો હતો. જોકે, સ્થનિક લોકોએ 108 અને પોલીસને જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી 4 જેટલા ઘાયલ થયેલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માતમાં રિક્ષાનો કુરચો બોલી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...