તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળ ટ્રેપ:મહેસાણા ઈન્કમટેક્સનો ટેક્સ આસિસ્ટન્ટ અને પટ્ટાવાળાને 400 રૂપિયાની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોવાયેલા પાનકાર્ડનો નંબર શોધી આપવા બદલ માગી હતી લાંચ

કોરોના મહામારી ના આ સમય ગાળા દરમિયાન પણ અમુક સરકારી બાબુઓ માવા મલાઈ લેવાનું ચૂકતા નથી તેમજ પોતાના આર્થિક ફાયદા માટે નાગરિકો ના કામ કરી આપવા માટે લાલચી બાબુઓ નાના માં નાની રકમ પણ છોડતા નથી એવામાં આવા સરકારી બાબુઓ ના કાળા કામો બહાર લાવવા ભોગ બનનાર નાગરિકો એસીબી નો સહારો લઈને આવા ભ્રષ્ટ બાબુઓ ને લાંચ લેતા ઝડપી પાડવામાં આવે છે.

મહેસાણા માં એક અરજદાર ના પાન કાર્ડ નો નંબર ખોવાઈ જતા અરજદારે કચરી માં નંબર જાણવા ઇન્કમટેક્સ ઓફિસ માં જાણ કરી હતી જેમાં નંબર શોધી આપવાના 500 રૂપિયા લાંચ મંગનાર બે ઈસમો ને એસીબી એ ઝડપી લીધા હતા.

મહેસાણા ના એક નાગરિક નું ઈનકામટેક્સ પાન કાર્ડ ખોવાઈ ગયું હતું જેને કારણે અરજદાર ને પાન કાર્ડ ની જરૂર પડતા તેણે ખોવાયેલા પાન કાર્ડ નો નંબર ની માહિતી લેવા માટે અરજદારે મહેસાણા ઈનકામટેક્સ ઓફિસ માં ગયો હતો જ્યાં ઓફિસ માં કામ કરતા હર્ષદ કાંતિલાલ નાઈ જે ટેક્સ આસિસ્ટન ઈનકમટેક્સ ઓફિસ વર્ગ 3 માં પોતાની ફરજ બજાવતા અને બીજો એક કર્મચારી અલ્પેશ બળદેવભાઈ શ્રીમાળી જે કરાર આધારિત પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા આ બને કર્મચારીઓ એ અરજદાર પાસે થી ખોવાયેલા પાન કાર્ડ નો નમ્બર ની માહિતી લેવી હોય અમને 500 રૂપિયા આપવા પડશે એવી માંગણી કરી હતી.

જેથી જાગૃત નાગરિકે મહેસાણા ACB નો સંપર્ક કરી આ મામલે જાણ કરી હતી ત્યારબાદ અરજદાર પોતાના પાન કાર્ડ નો નંબર જાણવા માટે ઓફીસ ના બે આરોપી કર્મચારીઓ ને 500 રૂપિયા લાંચ માંગી હતી જે ભારે રકઝક બાદ 400 રૂપિયા માં નંબર સોધી અપવાનો સોદો કરતા મહેસાણા ACB એ આ બને આરોપી ને પૈસા લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.

ઝડપાયેલા બે આરોપીઓની વિગકત1 હર્ષદ કાંતિલાલ નાયી, ટેક્સ્ટ આસિસ્ટન્ટ ઇન્કમટેક્સ ઓફિસ, રહે આનંદનગર ચિરાગ પ્લાઝા ,મહેસાણા

2 અલ્પેશકુમાર બળદેવભાઈ શ્રીમાળી ( કરાર આધારિત પાયાળાવો) રહે,11 અંબિકા હાઉસિંગ સોસા,મહેસાણા

અન્ય સમાચારો પણ છે...