તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:મહેસાણા રાજકમલ નજીક બરોડા બેંક શાખામાં એ.સી બંધ હાલતમાં

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AC બંધ હોવાથી કર્મીઓ ઉકળાટના વાતાવરણમાં ફરજ બજાવે છે

મહેસાણા રાજકમલ પેટ્રોલપંપ નજીક આવેલ બરોડા બેંક શાખામાં નાણાની લેવડ-દેવડના કામકાજે આવતાં ખાતેદાર ગ્રાહકોને બંધિયાર ઓફીસમાં વાતાનુકુલિન એ.સી ખોટવાયેલી હાલતમાં બંધ પડ્યા હોઇ અસહ્ય ઉકળાટ અનુભવતા હોય છે. અહિયા કામકાજ કરતાં કર્મચારીઓ પણ ઉકળાટભર્યા વાતાવરણમાં ફરજ બજાવી રહ્યા છે.

બુધવારે શાખામાં કામકાજે આવેલા અરજદાર ગ્રાહક રમેશભાઇ ચૌધરીએ કહ્યુ કે, અહિયા માત્ર મેનેજરની ચેમ્બરમાં એ.સી ચાલુ હાલતમાં છે, બાકી બંધ હાલતમાં હોઇ ગ્રાહકો અને કર્મચારીઓની ગેલેરીમાં વાતાનુકુલિન વગર ગરમલ્હાય ઉકળાટ સર્જાયેલો રહે છે અને કામમાં થોડી વાર થાય તો કેટલીક ક્ષણ ગેટ બહાર જઇ આવવાનું મન થાય છે.ત્યારે સત્વરે એ.સી ચાલુ કરવા જોઇએ. મેનેજરને રજુઆત કરી તો કહે છે વડી કચેરીએ દરખાસ્ત કરેલી છે.

આ અંગે બેંકના મેનેજરને પૂછતા તેમણે કહ્યુ કે, અમારી ક્ષેત્રીય કચેરીથી એ.સીની મંજુરી મળી ગઇ છે.આગામી એકાદ અઠવાડીયામાં નવા એ.સીની સુવિધા કાર્યાન્વિત થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...