મતદાન જાગૃતિ અભિયાન:મહેસાણાની નાગલપુર કોલેજથી ABVPએ મતદાતા જાગૃતિ અભિયાન રથનું પ્રસ્થાન કરાવ્યું

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં લોકશાહીનુ પર્વ આવી ગયું છે. ત્યારે વ્યવસ્થા નિર્માણ તેમજ નાગરિકો એમાં પણ ખાસ કરીને જે યુવાનો પહેલી વખત મતદાન કરવાના છે એવા મતદારોને જાગૃત કરવા માટે તંત્ર લાગ્યું છે. તંત્ર ઉપરાંત કેટલીક સંસ્થા પણ મતદાન જાગૃતિ માટે આગળ આવી છે. સમગ્ર ગુજરાતમાં જાગૃતિ રથના માધ્યમથી વિદ્યાર્થિઓમાં 100% મતદાન થાય એ પ્રેરણા પૂરી પાડવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અભિયાન હાથ ધરાયું છે.

મહેસાણા શહેરમાં આવેલ નાગલપુર કોલેજ ખાતે ABVPના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રા. ડૉ. છગનભાઇ પટેલની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ અભિયાનને લીલી ઝંડી આપવામા આવી હતી અને વિદ્યાર્થીઓને સંબોધતા આદરણીય ડૉ. છગનભાઇ પટેલ એ કહ્યુ કે, આજે ભારતની ભાષા વિશ્વ બોલતુ થયુ છે અને ભારતની ભાષા એટલે શાંતિની ભાષા. આથી જ કહેવાય છે કે, વિશ્વ શાંતિ સ્થાપીત કરી શકે એવી કોઈ સંસ્કૃતિ અને આચરણ હોય તો એ ભારતીય જીવન પદ્ધતિ છે અને એના નિર્માણ માટે આપણે બધાએ મતદાન કરવાનુ છે. મતદાન જાગૃતિ રથ મહેસાણા શહેરના અન્ય કેમ્પસોમાં પણ ફર્યો અને 100 ટકા મતદાન માટે વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...