કાર્યવાહી:આબુરોડના કુખ્યાત બુટલેગર આશુને વધુ 3 દિવસના રિમાન્ડ

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા તાલુકા પોલીસની હદમાં ઝડપાયેલા દારૂ કેસમાં ફરીથી રિમાન્ડ

મહેસાણા તાલુકા પોલીસ મથકની હદમાં ઝડપાયેલ 45 લાખના દારૂના કેસમાં આબુરોડના કુખ્યાત બુટલેગર આશુને કોર્ટે ફરીથી ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા આસુ ઉર્ફે આસુડો સામે જિલ્લામાં 26 જેટલા ગુના નોંધાયેલા છે.

ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વિદેશી દારૂનું મોટાપાયે નેટવર્ક ચલાવનાર આબુરોડના કુખ્યાત બુટલેગર આશિષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલની કેટલાક દિવસો પૂર્વે મહેસાણા એલસીબીએ ધરપકડ કરી હતી. અગાઉ 5 દિવસના રિમાન્ડ પર રહેલા આસુને એલસીબીએ તાલુકા પોલીસ મથકની હદમાં બાયપાસ પરથી ઝડપાયેલા 45 લાખના દારૂ કેસમાં રજૂ કરતાં વધુ એક કેસમાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા. આસુ ગુજરાતમાં કરોડોના દારૂનું નેટવર્ક ચલાવનાર વિનોદ સિંધીનો કથિત ભાગીદાર હોવાનું કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...