તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • About 50,000 Books Have Not Been Received In Primary Schools In Mehsana District Yet, Revision Will Be Started In Secondary From June 10.

પુસ્તકોની પણ અછત?:મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 50 હજાર જેટલા પુસ્તકો હજુ સુધી નથી મળ્યા, માધ્યમિકમાં 10 જૂનથી રિવિજન શરૂ કરાશે

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક શાળામાં 1.81 હજાર વિદ્યાર્થીઓમાં કેટલાક વિષયના નથી મળ્યા પુસ્તકો
  • પ્રાથમિકમાં આઠ લાખ 38 હજાર 938 પુસ્તકોની માંગણી સામે સાત લાખ 89 હજાર 139 પુસ્તકો મળ્યા

મહેસાણા જિલ્લામાં નવું શિક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ શિક્ષણ કાર્યનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે 07 જૂનથી શરૂ થયેલા આ શિક્ષણ કાર્યમાં મહેસાણા જિલ્લામાં હજુ પણ પૂરતા પુસ્તકો પહોંચ્યા નથી. ત્યાં ઓનલાઈન શિક્ષણ કર્યા શરૂ કરવામાં આવ્યા છે. જોકે, મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી મળતી માહિતી મુજબ હાલમાં માત્ર રિવિજન કરાવવામાં આવી થયું છે અને વિદ્યાર્થીઓનો તમામ અભ્યાસક્રમ અને માહિતી સરળતાથી ઓનલાઈન ઉપલબ્ધ છે જેમાં દરેક વિષયના પુસ્તકો પણ ઓનલાઈન છે.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ માટે પૂરતા પુસ્તકો નથી મળ્યા

મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની વાત કરીએ તો જિલ્લામાં કુલ 01 લાખ 81 હજાર વિદ્યાર્થીઓ નવા શિક્ષણિક સત્રમાં અભ્યાસ અર્થે જોડાયા છે. જેમને સરકાર દ્વારા આપવામાં આવતા પુસ્તકો માટે જુદા જુદા વિષયના કુલ 08 લાખ 38 હજાર 938 પુસ્તકોની માંગણી કરવામાં આવી હતી. જેની સામે અત્યાર સુધી સાત લાખ 89 હજાર 139 પુસ્તકો વિદ્યાર્થીઓને આપવા માટે આવ્યા છે તો હજુ પણ જેતે વિષયના 49 હજાર 799 પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા નથી.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

મહેસાણા માધ્યમિક શિક્ષણ માટે પણ અપૂરતા પુસ્તકો મળ્યા

મહેસાણા જિલ્લામાં માધ્યમિક શાળાઓમાં કુલ 374 શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં કુલ એક લાખ 100 જેટલા વિદ્યાર્થીઓ નવા શિક્ષણિક સત્રમાં શિક્ષણ કાર્ય માટે જોડાયા છે. જોકે, જિલ્લાની માધ્યમિક શાળાઓમાં પણ બલોલ અને કડી સેન્ટર પર પુસ્તકો પહોંચ્યા નથી તો કેટલાક સેન્ટરો પર હજુ પણ કેટલાક વિષયોના પુસ્તકો આવ્યા નથી. ત્યારે સમગ્ર મામલે મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરતા પુસ્તકોની માંગણી અને આપવામાં આવેલ પુસ્તકો મામલે પાઠય પુસ્તક બોર્ડ કચેરી માહિતી હોવાનું જણાવ્યું હતું. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લામાં હજુ પણ પૂરતા પુસ્તકો આવ્યા નથી જે પુસ્તકો પ્રક્રિયામાં છે અને હાલમાં રિવિજન ચાલતું હોઈ પુસ્તકની જરૂરિયાત હાલમાં નહિ પડે તો તમામ પાઠ્યપુસ્તક ઓનલાઈન રજૂ કરવામાં આવ્યું છે. જે ખૂબ સરળતાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...