મહેસાણા જિલ્લામાં આજે 72માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં મંત્રી કુંવરજી બાવળીયાની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વૃક્ષારોપણ કરી સ્થળ પર 1500 રોપા સામુહિક રીતે રોપવામાં આવ્યા છે. સાથે જ 2500 જેટલા રોપાઓનું વિતરણ કરાયું હતું.
મહેસાણા જિલ્લામાં વર્ષ 2004માં 2.14 કરોડ વૃક્ષોની સંખ્યા અને 49.60 પ્રતિ હેકટર ગીચતા હતી જે 2017માં 2.55 કરોડ વૃક્ષોની સંખ્યા અને 59.10 પ્રતિ હેકટર ગીચતા સાથે છેલ્લા 10 વર્ષમાં વર્ગીકરણ વન વિસ્તારમાં સમયાંતરે 20 ટકાનો વધારો નોંધાયો છે સાથે જ જિલલમાં 15 જગ્યાએ ખાતાકીય નર્સરીઓમાં નિઃશુલ્ક અને રાહતદરે રોપઓનું વિતરણ કરાઈ રહ્યું છે.
વન વિભાગ મહેસાણા દ્વારા 28.80 લાખ રોપ ઉછેર કરવાનો લક્ષાંક ફાળવવામાં આવ્યો છે વન મહોત્સવમાં મહેસાણા જિલ્લાના હરિયાળા ગામ એવા તરભ વાળીનાથ ખાતે આવતી ગુરુપુનમ સુધી સવાલાખ વૃક્ષો રોપવામાં આવશે તેવો નીર્ધાર કરાયો છે.
આ પ્રસંગે જિલ્લાના સાંસદ શારદાબેન પટેલ, રાજસભાના સાંસદ જુગલજી ઠાકોર, ધારાસભ્યો અને જિલ્લા કલકેટર, વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા સહિત વનપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રીનએમ્બેસેડર જીતુ પટેલે મહેસાણા જિલ્લા સહિત રાજ્યમાં વનીકરણ માટે ગણું યોગદાન આપ્યું હોવા છતાં વન મહોત્સવમાં તેમની ગેરહાજરી જોવા મળી હતી. જ્યારે જિલ્લામાં વનીકરણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓનું સન્માન કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.