સફળતા:ભલપુરા(ખાવડ)નો અપહૃત સગીર ઈજપુરા પાસેથી મળ્યો, સગીર મયુર ઠાકોરને બાવલુ પોલીસને સોંપાયો

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​એસઓજી અને એએચટીયુ પોલીસને સફળતા

કડી તાલુકાના ભલપુરા(ખાવડ) ગામના અપહરણ કરાયેલા સગીર વયના બાળકને જોટાણાના ઈજપુરાથી મેમદપુર જવાના રસ્તે શોધી કાઢીને એસઓજી તેમજ એએચટીયુની ટીમે બાવલુ પોલીસને સોંપ્યો હતો. એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ એ.યુ.રોઝના માર્ગદર્શન હેઠળ કડીના ભલપુરા(ખાવડ)ના અપહરણ કરાયેલા સગીર વયના મયુર કાંતિજી ઠાકોરને શોધવા માટે એસઓજી તેમજ એએચટીયુની ટીમે ટેકનીકલ સોર્સથી તપાસ શરૂ કરી હતી. મયુર ઠાકોર જોટાણાના ઈજપુરાથી મેમદપુર જવાના રસ્તે ઉભેલો હોવાની બાતમી મળતાં બંને ટીમોએ મયુર ઠાકોરને હસ્તગત કરીને આગળની કાર્યવાહી માટે બાવલુ પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...