તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપની એન્ટ્રી થશે?:વિજાપુરના કુકરવાડા ગામે આપ પાર્ટીની મીટિંગ યોજાઈ, મોટી સંખ્યામાં યુવાનોએ આપનો ખેસ ધારણ કર્યો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષ નબળો હોવાના કારણે અન્ય પક્ષ મજબૂત કરવા કાર્યકરો કરી રહ્યા છે મેહનત

મહેસાણા જિલ્લો આમ તો રાજકીય લેબોરેટરી ગણાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં ક્યાંકને ક્યાંક રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ અને હવે આપની એન્ટ્રી થાય તો નવાઈ નહી. કારણ કે, જિલ્લામાં ધીમે ધીમે આપના કાર્યકર્તાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આજે વિજાપુરમાં યોજાયેલી આપની મીટિંગમાં મોટી સંખ્યામાં લોકો આપમાં જોડાયા હતા.

વિજાપુર તાલુકા મથકે આપ પાર્ટીના સંઘઠન મજબુત કરવાના મુદ્દે કુકરવાડા ગામમાં આજે યોજાયેલી આપની મીટિંગમાં ઘણા યુવાનોએ મોટી સંખ્યામાં જોડાઈને આપ પાર્ટીને તાલુકા કક્ષાએ મજબૂત કરી છે.

આ અંગે આપ પાર્ટીના વિપુલભાઇ પટેલે જણાવ્યું હતુ કે, આપ પાર્ટીમાં જિલ્લા અને તાલુકાના સંઘઠનમાં ફેરફાર કરી જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ, મંત્રી અને મહામંત્રીની નિમણૂક માટે મીટિંગ યોજાઈ છે. જેમાં નક્કી કરેલા પાર્ટીના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને મહામંત્રી અને સંઘઠનની જાહેરાત કરવામાં આવશે.

હાલમાં નક્કી કરેલા નામો પ્રદેશ કક્ષાએ મોકલી અને તેમાં નક્કી કરેલા નામોની યાદી ચાર દીવસમાં જાહેર કરવામાં આવશે. સંઘઠનની રચના બાદ યુવા વર્ગની મીટીંગ કરી યુવા મોરચાની પણ તૈયારીઓ કરવામાં આવશે. જોકે, હાલ ફક્ત સંઘઠન મજબૂત બનાવવા માટે કુકરવાડા ગામ બાદ તાલુકાના અન્ય ગામોમાં પણ મીટીંગ શરૂ કરવામાં આવશે. જે કાર્યક્રમોની યાદી ટુંક સમયમાં બહાર પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...