ચૂંટણી:સતલાસણા તાલુકાની રાણપુરા સીટ પર આજે AAPના ઉમેદવારે ફોર્મ ભર્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AAPના પરમાર ગણેશભાઈએ તાલુકા સીટ પર ઉમેદવારી નોંધાવી ફરી કિસ્મત આજમાવી
  • કાર્યકરોએ તેમની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાની સીટ પર આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે સતલાસણા તાલુકાના રાણપુરા સીટ પર આમ આદમી પાર્ટીના પરમાર ગણેશભાઈએ આજે શનિવારે ફોર્મ ભર્યુ છે. આમ આદમી પાર્ટીએ ફરી એકવાર ઉમેદવાર પર વિશ્વાસ કરી સતલાસણા રાણપુરા સીટ પર ઉમેદવારી નોંધાવવાની તક આપી હતી.

એક ઓળખ રૂપે પાર્ટીએ ફરી એક વાર તેમના પર વિશ્વાસ મૂકી મેન્ડેડ આપ્યું ખેરાલુ તાલુકા પ્રભારી નરેન્દ્ર પ્રજાપતિ નામના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, રાણપુર 7 તાલુકા પંચાયતની સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પરમાર ગણેશભાઈ મણાભાઈને ફરી થી પાર્ટીએ વિશ્વાસ કરી મેન્ડેડ આપ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીનું તાલુકા સંગઠન તથા જિલ્લાનું સંગઠન પુરી તાકાતથી તેઓને મદદ રૂપ થશે. પ્રજા લક્ષી જે કામો અટવાઈ પડ્યા છે તે કામોમાં તેઓએ મદદ કરીને કામ ફરી કરાવ્યા છે. જેથી એમની એક ઓળખ રૂપે પાર્ટીએ ફરી એક વાર તેમના પર વિશ્વાસ મૂકી મેન્ડેડ આપ્યું છે. તેમજ અમેન તેમની જીત પર વિશ્વાસ વ્યક્ત કર્યે છીએ.

અન્ય સમાચારો પણ છે...